બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા(Urvashi Rautela) આમ પણ તેના બોલ્ડ અને સુંદર ફોટો અને વીડિયાના કારણે ચર્ચામાં રહે છે. ત્યારે હાલમાં જ તેણે દુબઇ (Dubai) થી એક વીડિયો શેર કર્યો હતો. આ જોઈને લોકોએ અનુમાન લગાવ્યું કે તે દુબઈ વેકેશન માણવા ગઈ છે પરંતુ હવે ઉર્વશીની દુબઈના પ્રવાસનું સારું કારણ બહાર પાડ્યું છે. તે દુબઇમાં આરબ ફેશન વીકમાં ભાગ લેવા ગઈ હતી. અહીં ઉર્વશીએ તેવો ધમકો કર્યો છે જે જોઇને તેના ચાહકો પણ જાણીને ચોંકી જશે. ઉર્વશીનો આ ફોટો આ ફેશન વીકથી બહાર આવ્યો છે, જે જણાવે છે કે તે આ ફેશન વીકમાં ભાગ લેવા દુબઇ ગઇ હતી.
ઉર્વશીએ મિસ યુનિવર્સ 2015 ની સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું જ્યાં તેને મિસ દિવા યુનિવર્સનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. તે જ સમયે, તે આરબ ફેશન વીકમાં શો સ્ટોપર બનનારી પહેલી ભારતીય સ્ટાર છે. પોતાની ખુશી જણાવતા ઉર્વશીએ કહ્યું કે, હું ખરેખર ભાગ્યશાળી અનુભવું છું કે અરબ ફેશન વીકમાં શો-સ્ટોપપર બનનાર હું પહેલી ભારતીય બોલિવૂડ અભિનેત્રી છું અને મને આ સન્માન મળ્યું છે. તેણે જેનિફર લોપેઝ, એરિયાના ગ્રાન્ડે, બેયોન્સ, મેરીઆ કેરે જેવા પોપ આઇકોન સાથે કામ પણ કર્યું છે.(Photo Credit- @urvashirautela/Instagram)