મુંબઈ : ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) પોતાની સુંદર સ્ટાઈલ (Style)ને કારણે ફેન્સ (Fans)માં ચર્ચામાં રહે છે. ઉર્વશી તેના બોલ્ડનેસ (Boldness) અને ગ્લેમરસ લુક માટે જાણીતી છે અને તે તેના ઈન્સ્ટાગ્રામ (Instagram) એકાઉન્ટમાં ઘણી વાર જોઈ શકાય છે. ઉર્વશીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં તેની એકથી રક ચડિયાતી સુંદર અને સુપર બોલ્ડ (Bold) તસવીરો જોવા મળશે. આ જ કારણ છે કે સોશિયલ મીડિયા પર તેની જબરદસ્ત ફેન (Fan) ફોલોઈંગ પણ છે, જે તેની દરેક પોસ્ટ પર નજર રાખે છે. આ દિવસોમાં ઉર્વશીની આવી જ તસવીરો સોશિયલ મીડિયા (Social Media) પર છવાયેલી છે, જેમાં તે 50 લાખના ગાઉનમાં જબરદસ્ત લાગી રહી છે.