ટીવી અભિનેત્રી ઉર્વશી ઢોલકિયા આ દિવસોમાં ચર્ચામાં રહી છે. પણ આ પાછળ તેની કોઈ સીરિયલ નથી, પરંતુ ઉર્વશીએ બોલ્ડ તસવીરો શેર કરી ખળભળાટ મચાવ્યો છે. જી હા, મશહુર ટીવી સીરીયલ કસોટી જિંદગી કી માં 'કોમોલિકા' ના પાત્રની ભૂમિકામાં ભજવનાર ઉર્વશી ઢોલકિયાએ પોતાની બોલ્ડ તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. બિગ બોસની વિનર રહેલી ઉર્વશી આજકાલ બાલીમાં રજાઓ મનાવી રહી છે. તાજેતરમાં તેમણે એક પુલની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે જેમાં તેઓ ખુબ હોટ દેખાઇ રહી છે. ઉર્વશીએ કેપ્શનમાં લખ્યું છે કે તેમને સૌથી વધુ આનંદ પાણીમાં રહીને મળે છે. ટીવી સીરિયલ કસોટી જિંદગી કીમાં કમોલિકાનું પાત્ર ભજવી પ્રખ્યાત થઈ જનાર ઉર્વશી ઢોલકિયા મિત્રો સાથે વેકેશન માણી રહી છે.