મુંબઈઃ ઉર્ફી જાવેદ (Urfi Javed) છેલ્લા ઘણા સમયથી તેના વિચિત્ર લુકને કારણે ચર્ચામાં છે. ફાટેલા કપડા પછી હવે બિગ બોસ ઓટીટી સ્પર્ધક ઉર્ફી (Bigg Boss OTT Urfi Javed) ક્યારેક કોટન કેન્ડીથી બનેલા ડ્રેસમાં જોવા મળે છે, તો ક્યારેક સેફ્ટી પિનથી બનેલા ડ્રેસમાં તો ક્યારેક પોલીથીનમાંથી ડ્રેસ ડિઝાઇન કરીને તેણે બધાને ચોંકાવી દીધા છે. હવે ઉર્ફી જાવેદ ફરી એકવાર તેના વિચિત્ર લુક માટે ચર્ચામાં આવી છે. આ વખતે તેણે કપડાંને બદલે ફૂલ પહેર્યા હતા, જેને જોઈને લોકો માથું ખંજવાળવા લાગ્યા છે. (ફોટો ક્રેડિટ્સ: Instagram: @urf7i)