કોરોના મહામારીના કારણે થીયેટરો સંપૂર્ણ રીતે બંધ રાખવામાં આવ્યા છે. આ જ કારણ છે કે OTT પ્લેટફોર્મ પર ઘણી બોલીવુડ ફિલ્મોને રિલીઝ કરવામાં આવી રહી છે. આ સપ્તાહે 2 વેબ સીરીઝ અને બે ફિલ્મો રીલીઝ થવા જઈ રહી છે. ફિલ્મોમાં હંગામા-2 અને 14 ફેરેની વચ્ચે ટક્કર થશે. વેબ સીરીઝની વાત કરીએ તો હોસ્ટેલ ડેઝ 2 અને ફિલ્સ લાઇક ઇશ્ક આમને સામને આવશે.
સૌથી પહેલા વાત કરીએ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની ફિલ્મ હંગામા વિશે. આમ તો શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાના કારણે તેના જીવનમાં મોટુ તોફાન આવ્યું છે. પરંતુ આ દરમિયાન તે લાંબા સમય બાદ ફિલ્મોમાં હંગામા-2થી કમબેક કરી રહી છે, જે 23 જુલાઇએ ડિઝની પ્લસ હોટસ્ટાર વીઆઈપી પર રીલીઝ થવા જઇ રહી છે. ફિલ્મમાં શિલ્પાની સાથે પરેશ રાવલ, રાજપાલ યાદવ, આશુતોષ રાણા, જોની લીવર દેખાશે. આ ફિલ્મને પ્રિયદર્શને બનાવી છે. જેના ટ્રેલરને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.
23 જુલાઇએ નેટફ્લિક્સ પર ફિલ્સ લાઇક ઇશ્ક એંથોલોજી સીરીઝ રીલીઝ થવા જઇ રહી છે. આ સીરીઝની સાથે તાહિરા ડાયરેક્ટોરિયલ ડેબ્યૂ કરી રહી છે. તેમાં 6 વાર્તાઓ દર્શાવવામાં આવશે. આ ફિલ્મ એક બે નહીં પરંતુ 7 લોકો દ્વારા નિર્દેશિત કરાઇ છે. તાહિરા કશ્યપની સાથે રૂચિર અરૂણ, આનંદ તિવારી, દાનિશ અસલમ, જયદીપ સરકાર, સચિન કુંદાલકર અને દેવરથ સાગરે તેને નિર્દેશિત કરી છે.