upcoming movies april 2022 : માર્ચ મહિનો પૂરો થવાનો છે. મનોરંજનની દૃષ્ટિએ આ મહિનો ખૂબ જ મનોરંજક હતો. હવે એપ્રિલ મહિનો એક દિવસ પછી શરૂ થઈ રહ્યો છે. આ મહિનો દમદાર ફિલ્મો અને વેબ સિરીઝ સાથે શરૂ થઈ રહ્યો છે. એપ્રિલના પહેલા સપ્તાહમાં ઘણી મોટી ફિલ્મો અને વેબ સિરીઝ OTT પ્લેટફોર્મ પર રિલીઝ (upcoming movies on OTT) થવા જઈ રહી છે. જેમાં અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને યામી ગૌતમ (Yami Gautam) ની 'દાસવી' અને કુણાલ ખેમુ (Kunal Khemu) ની 'અભય 3' (Abhay 3) સહિત ઘણી ફિલ્મો અને સિરીઝનો સમાવેશ થાય છે.