એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ ફિલ્મ સ્ટાર રણવીર સિંહ (Ranveer Singh) અને દીપિકા પાદુકોણ (Deepika Padukone)નાં લગ્નને બે વર્ષ થઇ ગયા છે. બોલિવૂડનાં આ સુંદર કપલે વર્ષ 2018માં ઇટલીનાં લેક કોમો સિટીમાં ખુબજ ગણતરીનાં લોકોની હાજરીમાં લગ્ન કર્યા હતાં ફિલ્મ સ્ટારનાં લગ્નની આ તસવીરો તે સમયે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી જ્યારે લગ્નનાં અઢી વર્ષ બાદ એક્ટર અને એક્ટ્રેસની કેટલીક અજાણી તસવીરો સામે આવી છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. (આ તસવીરો દીપિકાનાં એક ફેન પેજ પર શેર કરવામાં આવી છે.)