ડિજિટલ શિક્ષણ - સરકારે ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ડિજિટલ યુનિવર્સિટી બનાવવાની પણ જાહેરાત કરી છે. સીતારમણે કહ્યું કે, પીએમ ઇ વિદ્યાના 'વન ક્લાસ, વન ટીવી ચેનલ' કાર્યક્રમને 12 થી વધારીને 200 ટીવી ચેનલો કરવામાં આવશે. આનાથી તમામ રાજ્યો ધોરણ 1 થી 12 સુધી પ્રાદેશિક ભાષાઓમાં પૂરક શિક્ષણ પ્રદાન કરી શકશે.