મુંબઈ: આ દિવસોમાં નાના પડદાની કેટલીક સિરિયલોમાં જબરદસ્ત સ્પર્ધા ચાલી રહી છે. એવી ઘણી સીરિયલ્સ છે જે જબરદસ્ત હેડલાઇન્સમાં છે. રૂપાલી ગાંગુલીનો શો અનુપમા (Anupama) હજુ પણ દર્શકોમાં પોતાની જબરદસ્ત પકડ જાળવી રહ્યો છે. આ શોમાં જે નવો વળાંક આવ્યો છે તે દર્શકોને ખૂબ જ પસંદ છે. બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ ચેનલે (BARC) 22થી 28 ઓગસ્ટની વચ્ચે ભારતીય દર્શકોની જોવાની પેટર્ન જાહેર કરી છે. જેમાં ફરી એકવાર 'અનુપમા'એ નંબર વન પર જગ્યા બનાવી છે. BARCની યાદીમાં કયા શો છે, જેણે ટોપ 5માં સ્થાન મેળવ્યું છે, ચાલો આપને જણાવીએ.
અનુપમા (Anupama) - અનુપમામાં રૂપાલી ગાંગુલી, સુધાંશુ પાંડે અને મદલસા શર્મા મુખ્ય ભૂમિકામાં છે. આ શોએ 3.9 મિલિયન વ્યૂ સાથે ફરી એકવાર ટેલિવિઝન રેટિંગ પોઇન્ટ્સ (TRP) સાથે ટોચનું સ્થાન મેળવ્યું છે. ડેઇલી સોપમાં તાજેતરમાં અભિનેતા ગૌરવ ખન્નાની એન્ટ્રી પણ થઇ છે, જે અનુપમાના કોલેજ મિત્ર અનુજ કાપડિયાની ભૂમિકા ભજવે છે.
ગુમ હૈ કિસી કે પ્યાર મેં (Ghum hai Kisi ke pyar mein) - ગુમ હૈ કિસી કે પ્યાર મેં' સિરિયલે 3.5 મિલિયન વ્યૂ સાથે રેટિંગ ચાર્ટ પર બીજું સ્થાન મેળવ્યું છે. આ શોમાં ત્રણ પાત્રો વિરાટ, સાંઈ અને પાખી વચ્ચે બદલાતા સમીકરણો પર આધારિત છે. આ શોમાં નીલ ભટ્ટ, આયેશા સિંહ અને ઐશ્વર્યા શર્મા મુખ્ય ભૂમિકામાં છે.