TRP: 'અનુપમા' આગળ બધા જ શો પડ્યાં ફિક્કા, જુઓ ટોપ 5માં કોણે લીધી એન્ટ્રી
રુપાલી ગાંગુલી (Rupali Ganguly) સ્ટાર અનુપમા (Anupamma) ગત ઘણાં અઠવાડિયાથી ટીઆરપી ચાર્ટમાં નંબર 1ની જગ્યા બનાવી લીધી છે. શોમાં આવનારા ટ્વિસ્ટ દર્શકોને ખુબજ પસંદ આવી રહ્યાં છે. એટલે કે ગત કેટલાંક અઠવાડિયાની જેમ આ વખતે પણ ટીઆરપીમાં 'અનુપમા'એ રેસમાં સૌથી આગળ છે.


એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: આ અઠવાડિયાની ભારતીય ટીવી શોની ટીઆરપી લિસ્ટ જાહેર થઇ ગઇ છે. જેમાં ટોપ 5માં આમ તો એન્ટરટેઇનમેન્ટ ડ્રામા શો જ છવાયેલાં ચે પણ એક રિયાલિટી શોએ એન્ટ્રી મારી છે. આ રિલાલિટી શો છે ઇન્ડિયન આઇડલ. જી હાં લિસ્ટમાં ઇન્ડિયન આઇડલ ચોથા નંબર પર આવ્યું છે. જ્યારે છેલ્લાં ઘણાં અઠવાડિયાથી ટીઆરપી ચાર્ટમાં નંબર વનની પોઝિશન રુપાલી ગાંગુલીનાં શો અમુપમા (Anupamma)એ લીધેલી છે. અને આ વખતે પણ તે બરકરાર છે. આ ટીઆરપી લિસ્ટ ગુરુવારે જાહેર થઇ છે.


આ લિસ્ટમાં બીજા નંબર પર છે ઇમલી. જે એક ગામડાની યુવતીનાં જીવન પર આધારિત ટીવી શો છે. શોમાં સુંબુલ તૌકીર, મયૂરી દેશમુખ અને ગશમીર મહાજની લિડ રોલમાં છે.


આ લિસ્ટમાં ત્રીજા નંબર પર છે નીલ ભટ્ટનો ટીવી શો 'ગુમ હૈ કિસી કે પ્યાર મે..' શોમાં વિક્રમ, પાંખી અને સાઇનું લવ ટ્રાંઇગલ દર્શકોનો પસંદ આવી રહ્યું છે. આ અઠવાડિયે શોએ 2.8 મિલિયન ઇમ્પ્રેશન હાંસેલ કર્યા છે.


ચોથા નંબર પર સિંગિંગ રિયાલિટી શો 'ઇન્ડિયન આઇડલ' છે. નેહા કક્કડ, હિમેશ રેશમિયા અને વિશાલ દદલાની આ શોને જજ કરે છે. આ વખતે શોમાં તમામ સ્પર્ધકો એકબીજાને કાંટે કી ટક્કર આપે છે.


પાંચમાં નંબર પર ઝીટીવીનાં શો 'કુંડલી ભાગ્ય' છે. અને સ્ટાર પ્લસનો શો 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' છે. ટોપ પર રહેનારો શો કુંડલી ભાગ્ય.. અનુપમાની એન્ટ્રી બાદ TRP ચાર્ટમાં પાછળ ખસી ગયો છે. આ અઠવાડિયે કુંડલી ભાગ્યને 2.6 મિલિયન ઇમ્પ્રેશન મળ્યાં છે. અને એટલાં જ ઇમ્પ્રેશન યે રિશ્તા ક્યા કહલાતા હૈને મળ્યાં છે.