

મનોરંજન ઇન્ડસ્ટ્રીથી નીકળીને અનેક સ્ટાર્સ રાજનીતિમાં ગયા છે. જો કે તે તમામ સફળ નથી થઇ શક્યા પણ સ્મૃતિ ઇરાની (Smriti Irani) એક્ટિંગમાં સિક્કો જમાવ્યા પછી રાજનીતિમાં પણ પોતાની આગવી છાપ ઊભી કરી છે. ટીવીમાં લાંબા સમય સુધી વહૂ બનીને જે સ્મૃતિ લોકોના મન જીત્યા તેમનો આજે 44માં જન્મદિવસ છે. (Smriti Irani Birthday) આજે તેમના કેટલાક યાદગાર ટીવી શો વિષે વાત કરીશું સાથે જ તે શો વિષે વાત કરીશું જેમાં લોકોએ તેમને રિજેક્ટ કર્યા.


એકતા કપૂરના ટીવી શો ક્યોકિ સાંસ ભી કભી બહૂ થીમાં સ્મૃતિ ઇરાનીએ આદર્શ વહૂ તુલસીનું પાત્ર ભજવ્યું. આ રોલમાં લોકોએ સ્મૃતિને એટલી ગમે કે તે ઘર ઘરની ફેવરેટ વહૂ બની ગઇ. તેની સિરીયલ આવતા જ મહિલાઓ ટીવી સામે ગોઠવાઇ જતી.


જો કે લાંબા સમય સુધી તુલસીનો રોલ કર્યા પછી જ્યારે સ્મૃતિએ આ શોથી વિદાય લીધી તો તેણે કોમેડી પર હાથ અજમાવ્યો. અને તેણે ટીવી પર 'મનીબેન ડોટ કોમ' નામના કોમેડી શોની શરૂઆત કરી. જો કે આ શો દ્વારા સ્મૃતિએ લોકોને હસાવાના ખૂબ પ્રયાસો કર્યા પણ તુલસી બની લોકોને રડવનાર સ્મૃતિ મણિબેન બની હસાવવામાં અસફળ રહી.


ઉલ્લેખનીય છે કે સ્મૃતિએ 5 ઇન્ડિયન ટેલિવિઝન એકેડમી એવોર્ડ્સ, 4 ઇન્ડિયન ટેલી એવોર્ડ્સ અને 8 સ્ટાર પરિવાર એવોર્ડ મેળવી ચૂકી છે.


સ્મૃતિ હાલ જે પદ પર છે તે તેના માટે કદી પણ સરળ નહતું. 1998માં મિસ ઇન્ડિયા પેજન્ટમાં ભાગ લીધો. તે શોની ફાઇનલિસ્ટ રહી હતી પણ પેજન્ટ નહતી જીતી શકી. તે પછી પૈસા કમાવવા માટે સ્મૃતિએ નોકરી શોધવાની શરૂઆત કરી. તેવામાં અનેક એડ અને ફિલ્મોમાં ઓડિશન આપ્યા પણ કોઇને કોઇ કારણે તે રિજેક્ટ થતી રહીં. આ પછી ગુજરાન ચલાવવા માટે તેમણે વેટ્રેસ જેવી નોકરી પણ કરી. આ પછી મિકા સિંહના આલ્બમ સાવન મેં લગ ગઇ આગ અને બોલિયોમાં પણ તેણે કામ કર્યું. વર્ષ 2002માં આખરે તેણે નાના પડદા પર પદાર્પણ કર્યું. અને તે પછી રાજનીતિમાં અને હવે તે કેન્દ્રીય મંત્રીના પદ પર પોતાનો કાર્યભાર નિભાવી રહી છે.