

લોકડાઉનના સમયે દૂરદર્શન (Doordarshan) હાલ તેના 90ના દાયકાના પોપ્યુલર શોને ફરીથી પ્રકાશિત કરવાનું શરૂ કર્યું છે. જેમાં રામાનંદ સાગરની રામાયણ (Ramayan)થી લઇને બી.આર. ચોપડાની મહાભારત (Mahabharat) અને ચાણક્ય સમેત શક્તિમાન (Shaktiman) જેવી અનેક જાણીતી સીરિયલોના નામ હાજર છે. આ તમામ સીરિયલોને લોકો લોકડાઉન સમયે ખૂબ જ પસંદ કરી રહ્યા છે. અને તેણે દૂરદર્શનના ટીઆરપીના તમામ જૂના રેકોર્ડ તોડી પાડ્યા છે. અનેક અમુક સમય માટે દૂરદર્શન નંબર વન ચેનલ પણ બની ગયું હતું. જો કે હવે આ રીલિઝ શોના કેટલાક એક્ટર્સ રોયલ્ટી (Royalties) માંગ શરૂ કરી છે. આ ડિમાન્ડથી એક્ટર્સ અને પ્રોડ્યૂસર્સ વચ્ચે જોરદાર મતભેદ જોવા મળી રહ્યો છે.


એક્ટ્રેસ પલ્લવી જોશી જેમણે ટીવી સીરિયલ બુનિયાદમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો તેમણે ડેક્કન હેરાલ્ડથી વાતચીતમાં જણાવ્યું હતું કે "રાયલ્ટીને લઇને ત્યારે પણ વાત થવી જોઇએ જ્યારે આ શો ઓરિજનલી આવ્યા હતા.


પ્રોડ્યૂસરને આ શોને ફરીથી રિલિઝ થવાથી જે લાભ મળ્યા છે તેને શેર કરવા જોઇએ. કારણ કે આ શોને રી રન કરવામાં આવી રહ્યા છે. તો કોઇ એક્સ્ટ્રા કામ તો નથી કરી રહ્યું. વળી રોયલ્ટી ન હોવાના કારમે અનેક વાર એક્ટર્સને તે કામ કરવું પડે છે. જે તે નથી કરવા ઇચ્છતા. આ બહુ પહેલા જ થઇ જવું જોયતું હતું."


તેમણે કહ્યું કે ચેનલે કોઇ નવો શો પ્રોડ્યૂસ નથી કર્યો. ખાલી આ શોને રી-રન કર્યો છે. આ માટે પ્રોડ્યૂસરે ઝીરો મહેનત કરી છે. તેવામાં જો પ્રોડ્યૂસરને એક્સ્ટ્રા પૈસા મળતા હોય તો તેમણે આમાંથી કેટલાક ભાગ એક્ટર્સ અને ટેક્નીશયન્સને પણ આપવો જોઇએ. ખાસ કરીને તેવા સમય જ્યારે કેટલાક લોકોને તેમના બાળકોનું પેટ પાળવામાં પણ મુશ્કેલી પડી રહી છે. હિંદુસ્તાન ટાઇમ્સની એક રિપોર્ટ માનો તો પલ્લીની આ વાતથી રામાયણની સીતા એટલે કે દીપિકા ચિખલિયા પણ સહમત છે.


ત્યાં જ આ મામલે ચાણક્ય સિરિયલના નિર્દેશક અને લીડ રોલ કર્યો છે તેવા ડૉ. ચંદ્રપ્રકાશ દ્રવેદીએ કહ્યું કે રાયલ્ટીનો મુદ્દો ઊભો કરવાનો આ ખોટો સમય છે. હિંદુસ્તાન ટાઇમ્સથી વાત કરતા તેમણે કહ્યું કે જ્યાં સુધી હું જાણું છું આવી સ્થિતિમાં પ્રોડ્યૂસર પાસે કોઇ પૈસાની ડિમાન્ડ ન કરવી જોઇએ. બધા આને બિલકુલ મફતમાં કરવા માટે તૈયાર થવા જોઇએ. વધુમાં તેમણે કહ્યું કે હું રોયલ્ટી આપવાના વિચારની વિરુદ્ધમાં નથી. ખાલી એટલું કહું છું કે આ યોગ્ય સમય નથી આવી માંગણી કરવાનો.


બીજી તરફ મહાભારતના પિતામહ અને ફેવરેટ સુપરહિરો શક્તિમાન કરનાર મુકેશ ખન્નાએ પણ કે "આ ખોટું છે, કેટલીક વસ્તુઓ કોન્ટ્રાક્ટ બેઝ હોય છે. અને એક્ટર્સને આ વાત માનવી પડશે. પ્રોડ્યૂસર દરેક રીતે પૈસા રિકવર કરી શકે છે. એક એક્ટર આ વાત મને સારી લાગશે. પણ એક પ્રોડ્યૂસર તરીકે હું વિચારીશ કે હું દરેક રીતે પૈસા કમાઉં. વળી આમાંથી કેટલાક સારા એક્ટર્સ છે. અને તે ઇન્ડસ્ટ્રીમાં સારું કામ પણ કરી ચૂક્યા છે. તો પછી તેમને રોયલ્ટીના પૈસા કેમ જોઇએ છે?" જો કે રોયલ્ટી મુદ્દે એક્ટર્સ અને પ્રોડ્યૂસર્સના આ બે મત જોઇને આવનારા સમયમાં આ મામલે વિવાદ વધી શકે છે.