એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કોમેડી કિંગ કપિલ શર્મા (Kapil Sharma)એ તેની એક અલગ ઓળખ બનાવી છે. દુનિયાને હસાવનારા આ કલાકારની સફળતાથી સૌ કોઇ હેરાન છે. કપિલ શર્મા (Kapil Sharma)એ જ્યારે સંઘર્ષ શરૂ કર્યો તો ઇન્ડસ્ટ્રીમાં તેનો કોઇ ગોડફાધર ન હતો. કે ન છે. આજે કપિલ શર્માનો જન્મદિવસ પર જાણો કેટલીક ખાસ વાતો.
કપિલ શર્મા (Kapil Sharma Birthday)નો જન્મ દિવસ 2 એપ્રિલનાં છે. આજે તે તેનો 40મો જન્મદિવસ ઉજવે છે. કપિલ શર્મા સ્મોલ સ્ક્રીનનાં સૌથી ચર્ચિત હસ્તીઓમાંથી એક છે. કપિલ શર્માનો જન્મ 2 એપ્રિલ 1981નો પંજાબનાં અમૃતસરમાં થયો હતો. કપિલનાં પિતા પોલીસમાં હેડ કોન્સ્ટેબલ હતાં. મા જનક રાની હાઉસ વાઇફ છે. પંજાબ પોલીસમાં સબ ઇન્સ્પેક્ટર રહેતા 2004માં કેન્સરથી તેનાં પિતાનું નિધન થઇ ગયુ હતું. તેને પિતની નોકરી મળતી હતી પણ તેણે લેવાની ના પાડી દીધીત તેનાં બદલે કપિલનો મોટો ભાઇ અશોક પિતાની જગ્યાએ પોલીસમાં જોઇન કર્યું.
મુંબઇ આવ્યો અને સેલિબ્રિટી બનતા પહેલાં કપિલ શર્મા (Kapil Sharma)એ થિએટર કલાકાર તરીકે ઘણો સંઘર્ષ કર્યો છે. જ્યારે તે દસમા ધોરણમાં ભણતો હતો ત્યારે એક PCOમાં પોકેટ મની માટે નોકરી કરતો હતો. એટલું જ નહીં ઘર ચલાવવા તેણે દુપટ્ટા વેચવાનું પણ કામ કર્યું છે.
ટીવી પર 'ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ' જોઇ કપિલ (Kapil Sharma)એ તેમાં ભાગ લીધો હતો પણ તે અમૃતસરનાં ઓડિશનમાં બહાર થઇ ગયો. કપિલ શર્માએ હાર ન માની ને તે ફરી ઓડિશન આપવા માટે દિલ્હી ગયો. આ વખતે કપિલનું ન ફક્ત સિલેક્શન થયું. પણ 'ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ' સીઝન ત્રણ (2007)નો તાજ પણ જીત્યો.