

હાલ દૂરદર્શન પર રામાયણ અને મહાભારત જેવા વર્ષો જૂના સીરિયલ રિપિટ આવી રહ્યા છે. અને અત્યારે પણ તેમના પ્રસારણ સાથે જ તે ટીવી પર સુપરહિટ પણ સાબિત થઇ રહ્યા છે. જો કે મહાભારતમાં ભીષ્મ પિતામહની ભૂમિકા ભજવનાર એક્ટર મુકેશ ખન્નાએ એક્ટ્રેસ સોનાક્ષી સિંહાના રામાયણ જ્ઞાન પર તેની મજાક ઉડાવી છે. જે પર તે જ સીરિયલમાં કૃષ્ણની ભૂમિકા ભજવનાર નિતેશ ભારદ્વાજે કહ્યું કે જો મોટા લોકોને માન જોઇએ છે તો તેમને એ પ્રકાર જ પોતાનો આચાર-વિચાર રાખવો જોઇએ.


નિર્દેશક બી આર ચોપડાની મહાભારતમાં એક સાથે કામ કરી ચૂકેલા આ બે એક્ટર હાલ સીરિયલની રી ટેલીકાસ્ટથી ચર્ચામાં છે. એક ઇન્ટરવ્યૂમાં ટાઇમ્સ ઓફ ઇન્ડિયાથી વાત કરતા નિતેશ ભારદ્વાજે કહ્યું કે 'ખાલી સોનાક્ષીને ટાર્ગેટ કરવાની શું જરૂર છે. મને લાગે છે કે કોઇ પણ વસ્તુ કહેવાના અનેક સારી રીત પણ હોય છે. જો તમે પ્રેમથી, શાલીનતાથી કોઇ વાત કહેશો તો તેને એ રીતે જ લેવામાં આવશે. ઉંમરમાં મોટા લોકોએ તે રીતે વર્તવું જોઇએ જેથી તેમની આદારના પાત્ર રહે.'


તેમણે કહ્યું કે હું મારા મિત્ર મુકેશ ખન્નાને કહેવા માંગુ છું કે તે એક આખી પેઢી છે તે આપણા સાહિત્ય અને સંસ્કૃતિ વિષે નથી જાણતી. તેમાં તેમની ભૂલ નથી. 1992માં ભારતની અર્થવ્યવસ્થામાં ફેરફાર થયો. જે પછી બધાને પૈસાદાર અને પોતાનું કેરિયર બનાવવું હતું. લોકો પૈસાની દોડમાં ભાગવા લાગ્યા. અને આ માટે આની પહેલાની પેઢી પણ જવાબદાર છે જેમણે પોતાના બાળકોને પ્રાચીન સાહિત્ય અને સંસ્કૃતિ વિષે ન જણાવ્યું. આ બધામાં બ્રિટિશર દ્વારા લગાવેલી શિક્ષાનો હાથ છે જે બાળકોને મૂલ્યો પર આધારિત શિક્ષા આપવામાં વિશ્વાસ નથી કરતી.


ઉલ્લેખનીય છે કે એક ઇન્ટરવ્યૂમાં મુકેશ ખન્નાએ કહ્યું હતું કે મને લાગે છે કે રામાયણને ફરી ટેલીકાસ્ટ કરવું તે લોકો માટે સારું રહેશે જેમણે તેને પહેલા નથી દેખ્યું. સોનાક્ષી સિંહા જેવા લોકો જેમને આપણા ધાર્મિક ગ્રંથો વિષે નથી ખબર જેમને તે પણ ખબર નથી કે હનુમાનજી ક્યાંથી સંજીવની લાવ્યા હતા તેમને મદદ મળશે.