

લોકડાઉન (Lockdown)ના કારણે 80-90 દશકની અનેક સીરિયલ ફરી એક વાર જોવા મળી છે. લોકોની ભારે ડિમાન્ડ સાથે દૂરદર્શન (Doordarshan) તેના અનેક જૂના શો ફરીથી શરૂ કર્યા છે. જેમાં રામાયણ, મહાભારતની સાથે 90ની દાયકાનો હિટ શો શક્તિમાન (Shaktiman) પણ સામેલ છે. પોતાના અભિનયથી લોકોના મન પર રાજ કરનાર શક્તિમાન એટલે કે મુકેશ ખન્ના (Mukesh Khana) ફરી તેમના નિવેદનોના કારણે એક પછી એક ચર્ચાનો વિષય બની રહ્યા છે. હાલમાં ત તેમણે સોનાક્ષી સિંહા (Sonakshi sinha) પર શાબ્દિક ટિપ્પણી કરી હતી અને હવે તે પછી એકતા કપૂર પર હવે તેમણે પ્રહાર કર્યો છે.


મુકેશ ખન્ના (Mukesh khanna) ફરી એક વાર શક્તિમાન નામના સુપરહિરોને દર્શકોની સામે લઇને આવવાનું વિચારી રહ્યા છે. સાથે જ તેના નવા એપિસોડ પર પણ તે કામ કરી રહ્યા છે. હાલમાં જ મુંબઇ મિરરમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં મુકેશ ખન્નાએ કહ્યું હતું કે કોરોના લોકડાઉનના કારણે દૂરદર્શન પર પ્રસારિત ન કરાતું તો હું તેના નવા એપિસોડને લઇને જાહેરાત જરૂરથી કરતો. વળી તેણે એકતા કપૂર પર ટિપ્પણી કરતા કહ્યું કે શક્તિમાનનું આ નવું વર્ઝન એકતા કપૂરના મહાભારત (2008) જેવું નહીં હોય.


તેમણે કહ્યું કે એકતાના મહાભારતમાં દ્રોપદીના ખભા પર ટેટૂ બનાવ્યું હતું. શું એકતા કપૂરની મહાભારત મોર્ડન સમયની હતી? સંસ્કૃતિ ક્યારેય મોર્ડન ના હોઇ શકે. જ્યારે સંસ્કૃતિને મોર્ડન કરશો તો તે પૂરી થઇ જશે. હું કોઇને પણ મહાભારતની જેમ શક્તિમાનનું મર્ડન નહીં કરવા દઉં. જેમ એકતાએ કર્યું.


મુકેશ ખન્નાએ કહ્યું કે તેના રાઇટ્સ એક એક્ટરની રીતે મારી પાસે છે. વધુમાં તેણે કહ્યું કે ગ્રીક પણ ક્યારેક ભારતીય હતા? તેને મહાભારત જેવા મહાકાવ્યની હત્યા કરવાનો અધિકાર કોને આપ્યો?


મુકેશ ખન્નાએ વધુમાં કહ્યું કે તેણે દેવવ્રતની ભીષ્મ પ્રતિજ્ઞાને બદલી દીધી સત્યવતીને વેમ્પ બનાવી દીધી. આ લોકો વ્યાસ મુનીથી વધુ સ્માર્ટ થવાનો પ્રયાસ કરે છે. તેની પર મનો જોરદાર વિરોધ છે. હું તેમને કહેવા માંગુ છું કે રામાયણ મહાભારત આપણો ઇતિહાસ છે ના કે કોઇ પૌરાણિક કથા.