

કપિલ શર્માની (Kapil Sharma) ઓન સ્ક્રીન પત્ની અને અભિનેત્રી સિમરન કૌર મુંડીએ (Simran Kaur Mundi) પોતાના લાંબા સમયથી બોયફ્રેન્ડ તેવા ગુરિક માન સાથે લગ્ન કરી લીધા છે. ગુરિક માન પ્રસિદ્ધ પંજાબી સિંગર ગુરદાસ માનના પુત્ર છે. પટિયાલામાં થયેલ આ હાઇ પ્રોફાઇલ લગ્નમાં બોલીવૂડ અને પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એકથી એક મોટા સ્ટાર હાજર રહ્યા હતા. કપિલ શર્મા પણ પોતાની હિરોઇનના લગ્નમાં જાનૈયા બનીને પહોંચ્યા હતા. અને ગુરદાસ માન સાથે પાર્ટીમાં નાચતા નજરે પડ્યા હતા.


ત્યાં જ વિક્કી કૌશલ, સોનાલી સહગલ, બાદશાહ, ગુરુ રંધાવા, પંજાબી સુપરસ્ટાર એમી વિર્ક, હર્ષદીપ કૌર પણ આ લગ્નનો ભાગ બન્યા હતા.


સિમરન અને ગુરિકની અનંત કારજ પટિયાલાના એક ગુરુદ્વારામાં થઇ હતી. જે પછી સાંજે ગ્રાન્ડ રિસેપ્શન આપવામાં આવ્યું. ગુરિક અને સિમરન લાંબા સમયથી એકબીજાને જાણે છે. અને આખરે 31 જાન્યુઆરીએ આ જોડીએ લગ્ન કરી લીધા. આ લગ્નની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.


એક વીડિયોમાં કપિલ શર્મા સિમરન અને ગુરિકને લગ્નની શુભકામનાઓ આપી તેમની સાથે મજાક મસ્તી પણ કરી હતી.


ઉલ્લેખનીય છે કે સિમરન કૌર મુંડીએ વર્ષ 2008માં મિસ ઇન્ડિયા યુનિવર્સનો ખિતાબ જીત્યો હતો. અને તે પછી તે બોલિવૂડ સમેત અનેક પંજાબી ફિલ્મોમાં અભિનેત્રી તરીકે મહત્વનો રોલ ભજવી ચૂકી છે. કપિલ શર્માની પહેલી ફિલ્મ કિસ કિસ કો પ્યાર કરુંમાં સિમરને તેની પત્નીનો રોલ ભજવ્યો હતો.