

ભારતીય ટેલિવિઝનના ઇતિહાસમાં સૌથી લોકપ્રિય કાર્યક્રમોમાં એક રહી ચૂકેલા શક્તિમાનની દૂરદર્શન પર વાપસી થઇ રહી છે. શક્તિમાનના મુખ્ય કલાકાર મુકેશ ખન્નાએ પણ આ વાતની પુષ્ટિ કરી છે. શક્તિમાનનું પ્રસારણ દૂરદર્શન પર 1997 થી 2005ની વચ્ચે થયું હતું. અને આ સીરિયલમાં ભાગ લેનાર તમામ પાત્રો ખૂબ જ લોકપ્રિય થયા હતા. ત્યારે જુઓ હાલ આ તમામ સ્ટાર સમય સાથે કેટલા બદલાઇ ગયા છે.


કોરોના વાયરસના કારણે દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યો છે. તે સમયે દૂરદર્શને તેના જૂના લોકપ્રિય શોને ફરીથી પ્રસારિત કરવાનું વિચાર્યું છે. જે અંતર્ગત રામાયણ અને મહાભારત સાથે શક્તિમાન પણ દૂરદર્શન પર ફરીથી પ્રસારિત કરવામાં આવશે. ત્યારે આ સીરિયલના પાત્રો હવે કેટલા બદલાઇ ગયા છે તે આ ફોટોગોલેરીમાં જુઓ. સૌથી પહેલા તો આ સીરિયલના સુપર હિરો એટલે કે શક્તિમાન ઉર્ફ ગંગાધર અને આપણે જેને મુકેશ ખન્ના તરીકે ઓળખીએ છીએ તે હવે આવા દેખાય છે.


શક્તિમાનના સૌથી મોટા વિલન તેવા તમરાજ કિલવિશ એટલે કે સુરેન્દ્ર પાલ હવે આવા દેખાય છે. જો કે શક્તિમાન પછી વિલેન તરીકે સુરેન્દ્ર પાલ સુપરહિટ સાબિત થયા આ પછી તેમણે અનેક સીરિયલમાં નેગેટીવ ભૂમિકા ભજવી છે.


મુકેશ ખન્ના પોતાની એક વીડિયો ક્લિપમાં કહ્યું છે કે શક્તિમાનના પ્રશંસકો માટે એક સારી ખબર લાવ્યો છું. શક્તિમાન જલ્દી જ આવનશે. ત્યારે આ સીરિયલમાં તેમની હિરોઇન અને લવ ઇનટ્રેસ તેવી ગીતા વિશ્વાસ એટલે કે વૈષ્ણવી મહંત હવે આવી દેખાય છે. અને એકતા કપૂર અને સ્ટાર પ્લસના જાણીતી સીરિયલોમાં હવે તે સાસુ અને માં જેવી ભૂમિકા ભજવી રહી છે.


શક્તિમાનમાં નૌરંગી બની બધાને હસાવનાર કિશોર આનંદ ભાનુશાળી તે પથી ભાભીજી ઘર પર હૈ જેવી સીરિયલો દ્વારા લોકોનું મનોરંજન કરી રહ્યા છે.


મેયર જેજેનું પાત્ર ભજવનાર નવાબ શાહે પણ લોકોને આ સીરિયલમાં અનેક લોકોને ડરાયા હતા. જો કે તે પણ હવે સીરિયલ અને ફિલ્મોના લોકપ્રિય વિલન બની ગયા છે.


કાલી બિલ્લી અને શકાલાનું પાત્ર ભજવનાર અશ્વિની કાસ્કર હવે સાસુ બનીને સીરિયલોમાં ઘરની વહુઓને ડરાવાનું કામ કરે છે.