

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: એકતા કપૂરનાં જાણીતા સો કસૌટી જિંદગી કી-2 (Kasautii Zindagii Kay 2)માં અનુરાગ અને પ્રેણાની પસંદીદા જોડીનાં દિવાના છે તો આ ખબર નિશ્ચિત આપને પસંદ નહીં આવે. અનુરાગ બાસુ (Anurag Basu)નો લીડ રોલ અદા કરનારો એક્ટર પાર્થ સમથાન (Parth Samthaan) અને પ્રેરણાનું કિરદાર અદા કરનારી એરિકા ફર્નાન્ડિઝ ગત લાંબા સમયથી ચર્ચામાં છે. TVનાં સૌથી ચર્ચિત શોમાંથી એક કસૌટી જિંદગી કી-2 સૌથી લાંબા સમય સુધી લોકપ્રિયતાની TRPની લિસ્ટમાં રહ્યું. પણ હાલમાં શો સતત TRPમાં પાછળ રહ્યું. શોમાં લિડ એક્ટર પાર્થ સમથાન શો છોડવાનો નિર્ણય લીધો ત્યારથી શોની ટીઆરપી ઘટી રહી છે. જેને કારણે આ શો જલદી જ બંધ થઇ જાય તેવાં એધાંણ છે.


એકતા કપૂર (Ekta Kapoor)નાં આ શો માટે સૌથી મોટી મુશ્કેલી ઉભી થઇ ગઇ છે. કારણ કે શોનો લિડ એક્ટકર જ નથી અને જેને કારણે TRPની રેસમાંથી કસૌટી બહાર ફેકાઇ ગયો છે. મેકર્સ પાર્થનાં શો છોડવાને કારણે TRP ઘટી હોવાનું માની રહ્યાં છે.


રિપોર્ટ મુજબ પાર્થ સમથાનનાં શો છોડવાનાં નિર્ણય બાદ નવો ચહેરો હાલમાં લેવામાં આવે તેવી કોઇ જ વાત નથી કારણ કે સોની TRP ખુબજ ડાઉન છે. એટલે જ મેકર્સ આ વર્ષનાં નવેમ્બર મહિના સુધીમાં શો બંધ કરવાનો નિર્ણય લઇ રહ્યાં છે. શોનાં એક્ટર્સને આ વિશે પહેલેથી જ સૂચિત કરી દેવામાં આવ્યું છે.