

કૃષ્ણ જન્મોત્સવની ધૂમ બધી જગ્યાએ જાવે મળી છે ટીવી સેલેબ્સ પોતાના બાળકોને નાના કૃષ્ણના (janmashtami 2020) રૂપમાં સજાવીને કોરોના મહામારીની વચ્ચે નંદલાલાનો જન્મ ઉત્સવ મનાવી રહ્યા છે. ભગવાન શ્રીકૃષઅણના જન્મદિવસ પર પૂરી દુનિયામાં તેમના ભક્તો ધૂમધૂમથી ઉજવણી કરી રહ્યા છે. આ ખાસ અવસર પર નાના બાળકો રાધા કે કૃષ્ણના વેષમાં સામાન્ય રીતે નજરે પડે છે. ટીવી સેલેબ્સે પણ પોતાના નાનકડા બાળકોને ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાના રૂપમાં વિશેષ રીતે તૈયાર કર્યા હતા. ફોટો સભાર - @ijaybhanushali/priyaahujarajda/Instagram


તારક મહેતાના ઉલ્ટા ચશ્મા ફેમ પ્રિયા આહૂજા અને માલવ રાજદાએ ફેસી પીળા રંગના આઉટફિટ પહેરીને પોતાના પુત્ર અરદાસને કૃષ્ણની જેમ તૈયાર કર્યો હતો. અને કૃષ્ણના વેશમાં તે ખૂબ જ ક્યૂટ પણ લાગી રહ્યો હતો. ફોટો સભાર- @priyaahujarajda/Instagram


ટીવી એક્ટર જય અને એક્ટ્રેસ માહી વિઝની પુત્રી તારા હાલ એક વર્ષની થઇ છે. તારાને પણ મમ્મી પપ્પાએ કૃષ્ણની જેમ તૈયાર કરી તેનો ફોટો પાડ્યો હતો. અને તે પીળા પોષાક અને હાથમાં વાંસળી સાથે સુંદર લાગી રહી હતી. પોસ્ટમાં તેમણે લખ્યું કે મારી નાની કાન્હા તુ હંમેશા મને સકારાત્મકતાની યાદ અપાવે છે. તારું ભોળપણ, મસ્તી આ બધુ અમારા માટે કૃષ્ણના મોટા આશીર્વાદ સમાન છે. બધાને શુભકામના, જન્માષ્ટમીની હાર્દિક શુભકામના. ફોટો સભાર @ijaybhanushali/Instagram


ટીવીની જાણીતી અભિનેત્રી લવસી સાસને પણ 19 ફેબ્રુઆરીના રોજ પુત્રને જન્મ આપ્યો હતો. અને જન્માષ્ટમી પર પોતાના પુત્ર રૉયસને કાન્હા બનાવ્યો હતો. ઇન્સ્ટાગ્રામ પણ તેણે આની તસ્વીરો પણ શેર કરી હતી અને લખ્યું હતું કે મારા નાના કૃષ્ણની તરફ આપ સૌને કૃષ્ણ જન્માષ્ટમીની શુભકામના. ફોટો સભાર- @loveysasan/Instagram


ટીવી એક્ટ્રેસ કામ્યા પંજાબીએ આ પ્રસંગે પોતાની દીકરીની તસવીર શેર કરી હતી. અને કહ્યું હતું કે હાલ તો તેમની દીકરી મોટી થઇ ગઇ છે પણ નાનપણની આ તસવીર જેમાં તે કાન્હા બની હતી. કામ્યાની પુત્રી આ તસવીરમાં પાઉટ કરી રહી હતી. તેણે પણ આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. ફોટો સભાર- @panjabikamya/Instagram