એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડમાં ઘણી એવી મહિલાઓ છે જેમણે સેથામાં સિંદૂર ભરીને લોકોમાં સવાલો પેદા કરી દીધા છે.. હાલમાં ભલે ગીતામાએ આવી તસવીરો શેર કરી હોય પણ આ પહેલાં જસલીન મથારુ, રાખી સાવંત હોય કે પછી બધાની ફેવરેઇટ એવરગ્રીન રેખા હોય. તેમનાં સેથામાં જોવા મળતું સિંદૂર હમેશાં ચર્ચાનું કેન્દ્ર રહ્યું છે. PHOTO: @GeetaKapoor/ViralBhayani/Jasleen Mathur instagram
પ્રખ્યાત કોરિયોગ્રાફર (Geeta Kapoor) હાલમાં ઘણી ચર્ચામાં છે તેને સેથામાં સિંદરૂ જોઇ સૌ કોઇ પુછી રહ્યાં છે કે આખરે આની પાછળનું રહસ્ય શું છે. ગીતાએ હાલમાં જ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર તેની કેટલીક તસવીર શેર કરી હતી. જેમાં તે લાલ રંગનાં ડ્રેસમાં અને સેથામાં સિંદૂર સાથે નજર આવી હતી. ખાસ વાત તો એ છે કે, હજુ સુધી તેનાં લગ્ન થયા નથી તો તેણે કોના નામનું સિંદૂર લગાવ્યું છે તે લોકો તેને ઇન્સ્ટાગ્રામ પર પૂછી રહ્યાં છે. આ તસવીર શેર કરતાં ગીતામાએ લખ્યું છે, 'શૂટ માતે તૈયાર.' પણ ફેન્સનું કહેવું છે કે, શો જજ કરતાં શોમાં સિંદૂર કેમ લગાવ્યું છે ગીતામાએ.. (PHOTO: @GeetaKapoor)