Home » photogallery » મનોરંજન » 'રાહુલ-દિશાને સજા અપાવજો, નહીંતર મારી આત્માને શાંતિ નહીં મળે', વૈશાલી ઠક્કર સુસાઇડ કેસમાં થયો મોટો ધડાકો

'રાહુલ-દિશાને સજા અપાવજો, નહીંતર મારી આત્માને શાંતિ નહીં મળે', વૈશાલી ઠક્કર સુસાઇડ કેસમાં થયો મોટો ધડાકો

Vaishali Thakkar Suicide : ટીવી એક્ટ્રેસ વૈશાલી ઠક્કર સુસાઇડ કેસમાં પોલીસે તેના પાડોશી રાહુલ અને તેની પત્ની દિશા વિરુદ્ધ કેસ દાખલ કરીને બંનેની ધરપકડ કરી છે. બંને પર વૈશાલીને પરેશાન કરવાનો આરોપ છે.

 • 19

  'રાહુલ-દિશાને સજા અપાવજો, નહીંતર મારી આત્માને શાંતિ નહીં મળે', વૈશાલી ઠક્કર સુસાઇડ કેસમાં થયો મોટો ધડાકો

  વૈશાલીની સુસાઇડ નોટ મળી છે. તેમાં તેણે લખ્યું છે, હું છોડીને જઇ રહી છું. આઇ લવ યુ મમ્મી-પપ્પા, મને માફ કરજો. હું સારી દીકરી ન બની શકી. પ્લીઝ રાહુલ અને તેની ફેમિલીની સજા અપાવજો. મને રાહુલ અને દિશાએ અઢી વર્ષ સુધી મેંટલ ટોર્ચર કર્યુ છે. નહીંતર મારી આત્માને શાંતિ નહીં મળે. તમને મારા સમ છે. હું તમને ખૂબ જ પ્રેમ કરુ છુ. મને માફ કરજો. હું છોડીને જઇ રહી છું. નોટના અંતે તેણે પોતાનું આખુ નામ પણ લખ્યું છે. વૈશાલી ઠક્કર.

  MORE
  GALLERIES

 • 29

  'રાહુલ-દિશાને સજા અપાવજો, નહીંતર મારી આત્માને શાંતિ નહીં મળે', વૈશાલી ઠક્કર સુસાઇડ કેસમાં થયો મોટો ધડાકો

  ટીવી એક્ટ્રેસ વૈશાલી ઠક્કરની આત્મહત્યાએ તેના પરિવાર અને ફેન્સને હચમચાવી નાંખ્યા છે. મનોરંજન જગત માટે આ આઘાતજનક સમાચાર હતા. શનવારે રાતે આશરે 12.30 વાગ્યે વૈશાલીએ ગળે ફાંસો ખાધો હતો. તેના રૂમનો દરવાજો ખુલ્લો હતો. ભાઇએ તેને ફાંસીએ લટકેલી જોઇ અને તે બાદ પરિવારજનો તેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ લઇ ગયા. પરંતુ ડોક્ટરોએ તેને મૃત ઘોષિત કરી હતી. રવિવારે બપોરે વૈશાલીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

  MORE
  GALLERIES

 • 39

  'રાહુલ-દિશાને સજા અપાવજો, નહીંતર મારી આત્માને શાંતિ નહીં મળે', વૈશાલી ઠક્કર સુસાઇડ કેસમાં થયો મોટો ધડાકો

  વૈશાલી પાછલા એક વર્ષથી પોતાના પરિવાર સાથે ઇંદોરમાં રહેતી હતી. તે મૂળરૂપે ઉજ્જૈનના એક નાનકડા સ્થાન મહિદપુરની રહેવાસી હતી. તેનો પરિવાર બિઝનેસ બેકગ્રાઉન્ડ ધરાવે છે. તે બિગ બૉસ સહિત અનેક ટીવી સિરિયલ્સ માટે ફેમસ હતી. પરંતુ લૉક ડાઉન બાદથી તે ઇંદોરમાં જ હતી. તે કેટલાંક અપકમિંગ પ્રોજેક્ટ્સમાં કામ કરવાની હતી. વૈશાલીએ અત્યાર સુધીમાં ઘણી ટીવી સીરિયલ્સમાં કામ કર્યુ છે. યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં સંજના, સસુરાલ સિમર કામાં અંજલી ભારદ્વાજ તરીકે વૈશાલી અભિનય કરી ચુકી છે.

  MORE
  GALLERIES

 • 49

  'રાહુલ-દિશાને સજા અપાવજો, નહીંતર મારી આત્માને શાંતિ નહીં મળે', વૈશાલી ઠક્કર સુસાઇડ કેસમાં થયો મોટો ધડાકો

  વૈશાલીને નેગેટિવ રોલ પ્લે કરવા માટે બેસ્ટ એક્ટ્રેસ ઇન નેગેટિવ રોલનો ગોલ્ડન પેટલ અવોર્ડ પણ મળ્યો હતો. દર્શક તેને સુપર સિસ્ટર, મનમોહિની સીઝન 2માં જોઇ ચુક્યા છે. તેની છેલ્લી સીરિયલ રક્ષાબંધન હતી. ટીવી સીરિયલ્સમાં અભિનય કરનારી વૈશાલી આવું પગલું ભરશે તેનો કોઇને અણસાર પણ ન હતો.

  MORE
  GALLERIES

 • 59

  'રાહુલ-દિશાને સજા અપાવજો, નહીંતર મારી આત્માને શાંતિ નહીં મળે', વૈશાલી ઠક્કર સુસાઇડ કેસમાં થયો મોટો ધડાકો

  વૈશાલીની આત્મહત્યાની ખબર મળતા જ પોલીસ અધિકારી હરકતમાં આવી ગયા અને તપાસ શરૂ કરી. પોલીસની સાથે ફોરેસિંક ટીમે પણ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી. પોલીસને ડાયરીમાંથી સુસાઇડ નોટના 8 પાના મળ્યા, તેમાં તેણે પોતાની પર્સનલ લાઇફનો પણ ઉલ્લેખ કર્યો હતો. વૈશાલીએ આ નોટને પોતાની સુસાઇડ તરીકે મુકી હતી. તેણે પોતાના ઘરની નજીક રહેતાં રાહુલ અને તેની પત્ની દિશા દ્વારા પરેશાન કરવામાં આવતી હોવાની વાતનો ઉલ્લેખ કર્યો છે. રાહુલ તેના પરિવારનો બિઝનેસ પાર્ટનર પણ હતો.

  MORE
  GALLERIES

 • 69

  'રાહુલ-દિશાને સજા અપાવજો, નહીંતર મારી આત્માને શાંતિ નહીં મળે', વૈશાલી ઠક્કર સુસાઇડ કેસમાં થયો મોટો ધડાકો

  તેજાજી નગર પોલીસે મોડી રાતે રાહુલ અને તેની પત્ની દિશાની ધરપકડ કરી હતી. રાહુલ પર વૈશાલીએ શારીરિક અને માનસિક રીતે પરેશાન કરવાનો આરોપ લગાવ્યો છ. તેની આ હરકતમાં તેની પત્ની પણ સાથ આપતી હતી. જાણકારી અનુસાર વૈશાલી અને રાહુલ પહેલા મિત્રો હતાં. રાહુલ વૈશાલીને એકતરફી પ્રેમ કરવા લાગ્યો હતો. તેમના ફોટોગ્રાફ્સ પણ હતા. આ ફોટોગ્રાફ્સ અને વીડિયો રાહુલે વૈશાલીના મંગેતરને મોકલીને તેના લગ્ન તોડાવી નાંખ્યા હતાં. લગ્ન તૂટવાથી વૈશાલી ભાંગી પડી હતી. એક ઇન્ટરવ્યુમાં વૈશાલીએ એનઆરઆઇ સાથે લગ્નનો ઉલ્લેખ કર્યો હતો. ઇન્ટરવ્યુ અનુસાર વૈશાલી એનઆરઆઇ સાથે જ લગ્ન કરવા માંગતી હતી.

  MORE
  GALLERIES

 • 79

  'રાહુલ-દિશાને સજા અપાવજો, નહીંતર મારી આત્માને શાંતિ નહીં મળે', વૈશાલી ઠક્કર સુસાઇડ કેસમાં થયો મોટો ધડાકો

  તેજાજી નગર પોલીસે રાહુલ અને તેની પત્ની દિશાની ધરપકડ કરીને તેમની પૂછપરછ કરી છે. હાલ પોલીસ તમામ બાબતોની તપાસ કરી રહી છે. પોલીસ સુસાઇડ નોટની હેંડ રાઇટિંગની સાથે સાથે, મોબાઇલ અને અન્ય ટેક્નીકલ તપાસ કરાવશે.

  MORE
  GALLERIES

 • 89

  'રાહુલ-દિશાને સજા અપાવજો, નહીંતર મારી આત્માને શાંતિ નહીં મળે', વૈશાલી ઠક્કર સુસાઇડ કેસમાં થયો મોટો ધડાકો

  પોલીસ કોલ રેકોર્ડિંગ અને કોલ ડિટેલ્સ પણ તપાસી રહી છે. પોલીસને અન્ય મહત્વના પુરાવા પણ મળ્યા છે. આ તમામની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. પોલીસે હજુ આરોપીઓની ધરકપડ મામલે ઔપચારિક પુષ્ટિ નથી કરી.

  MORE
  GALLERIES

 • 99

  'રાહુલ-દિશાને સજા અપાવજો, નહીંતર મારી આત્માને શાંતિ નહીં મળે', વૈશાલી ઠક્કર સુસાઇડ કેસમાં થયો મોટો ધડાકો

  ટીવી એક્ટ્રેસ વૈશાલી ઠક્કર સુસાઇડ કેસમાં પોલીસે તેના પાડોશી રાહુલ અને તેની પત્ની દિશા વિરુદ્ધ કેસ દાખલ કરીને બંનેની ધરપકડ કરી છે. બંને પર વૈશાલીને પરેશાન કરવાનો આરોપ છે.

  MORE
  GALLERIES