Home » photogallery » મનોરંજન » Tunisha Sharma Suicide: એક્ટ્રેસ તુનિષા શર્માએ સેટના મેકઅપ રૂમમાં આત્મહત્યા કરી, જુઓ તસવીરો

Tunisha Sharma Suicide: એક્ટ્રેસ તુનિષા શર્માએ સેટના મેકઅપ રૂમમાં આત્મહત્યા કરી, જુઓ તસવીરો

મુંબઈઃ ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માએ ટીવી સિરિયલના સેટ પર ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. સિરિયલના સેટ પર મેકઅપ રૂમમાં જ સવારે તેની લાશ લટકતી મળી હતી. આ ઘટનાની જાણ થતાં જ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી અને ત્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.

विज्ञापन

  • 18

    Tunisha Sharma Suicide: એક્ટ્રેસ તુનિષા શર્માએ સેટના મેકઅપ રૂમમાં આત્મહત્યા કરી, જુઓ તસવીરો

    શનિવારે સવારે શોના સેટ પર જ મેકઅપ રૂમમાં તુનિષાની લાશ લટકતી મળી આવી હતી. SAB ટીવીની ‘અલી બાબાઃ દાસ્તાન-એ-કાબુલ’માં રાજકુમારી મરિયમની ભૂમિકા ભજવનાર તુનિષા શર્મા ટીવી ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે છેલ્લા કેટલાક દિવસોથી સેટ પર થોડી ઉદાસ દેખાતી હતી.

    MORE
    GALLERIES

  • 28

    Tunisha Sharma Suicide: એક્ટ્રેસ તુનિષા શર્માએ સેટના મેકઅપ રૂમમાં આત્મહત્યા કરી, જુઓ તસવીરો

    20 વર્ષની તુનિષાએ ટીવી શો ‘ભારત કા વીર પુત્ર-મહારાણા પ્રતાપ’થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે ત્યારે માત્ર 15 જ વર્ષની હતી.

    MORE
    GALLERIES

  • 38

    Tunisha Sharma Suicide: એક્ટ્રેસ તુનિષા શર્માએ સેટના મેકઅપ રૂમમાં આત્મહત્યા કરી, જુઓ તસવીરો

    આ પછી તે ચક્રવર્તી અશોક સમ્રાટ, ગબ્બર પુંછવાલા, શેર-એ-પંજાબ: મહારાજા રણજીત સિંહ, ઈન્ટરનેટ વાલા લવ, ઈશ્ક સુભાનલ્લાહ અને અલી બાબા: દાસ્તાન-એ-કાબુલ જેવી સિરિયલોમાં જોવા મળી હતી.

    MORE
    GALLERIES

  • 48

    Tunisha Sharma Suicide: એક્ટ્રેસ તુનિષા શર્માએ સેટના મેકઅપ રૂમમાં આત્મહત્યા કરી, જુઓ તસવીરો

    તુનિષાએ 5 કલાક પહેલાં જ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફોટો પોસ્ટ કર્યો હતો અને તેમાં કેપ્શન લખ્યું હતું કે, ‘જે પોતાના ઝુનૂનથી પ્રેરિત હોય છે, તેઓ થોભતા નથી’.

    MORE
    GALLERIES

  • 58

    Tunisha Sharma Suicide: એક્ટ્રેસ તુનિષા શર્માએ સેટના મેકઅપ રૂમમાં આત્મહત્યા કરી, જુઓ તસવીરો

    તુનિષાએ વર્ષ 2015માં ‘ભારત કા વીર પુત્ર - મહારાણા પ્રતાપ’માં ચાંદના પાત્રથી ટીવીની દુનિયામાં ડેબ્યૂ કર્યુ હતું. તુનિષાએ આત્મહત્યા કેમ કરી છે, તેને લઈને હાલ કોઈ જાણકારી મળી નથી. સેટ પર હાજર ક્રૂ મેમ્બર્સને પહેલાં તુનિષાની લાશ લટકેલી જોવા મળી હતી. તુનિષાએ ઝડપથી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

    MORE
    GALLERIES

  • 68

    Tunisha Sharma Suicide: એક્ટ્રેસ તુનિષા શર્માએ સેટના મેકઅપ રૂમમાં આત્મહત્યા કરી, જુઓ તસવીરો

    તુનિષા શર્મા ફિતૂર, બાર-બાર દેખો, કહાની 2: દુર્ગા રાની સિંહ અને દબંગ 3 જેવી હિટ ફિલ્મોમાં જોવા મળી હતી. ફિતૂર અને બાર-બાર દેખોમાં તેની કેટરીના કેફના બાળપણનો રોલ કર્યો હતો અને કહાની 2: દુર્ગા રાની સિંહમાં તે વિદ્યા બાલનની દીકરીના રોલમાં જોવા મળી હતી. આ સાથે જ સલમાન ખાન અને સોનાક્ષી સિન્હા અભિનિત દબંગ 3માં પણ તેનો કેમિયો હતો.

    MORE
    GALLERIES

  • 78

    Tunisha Sharma Suicide: એક્ટ્રેસ તુનિષા શર્માએ સેટના મેકઅપ રૂમમાં આત્મહત્યા કરી, જુઓ તસવીરો

    તુનિષાના આત્મહત્યાની જાણ થતાં જ પોલીસ સેટ પર પહોંચી ગઈ હતી. પોલીસે ટીવી સિરિયલ સાથે જોડાયેલા લોકોની પૂછપરછ કરી હતી. સેટ પર હાજર રહેલા લોકો દાવો કરી રહ્યા છે કે, તુનિષાએ આત્મહત્યા કરી છે. પોલીસ હત્યા અને આત્મહત્યા બંને એન્ગલથી તપાસ કરશે.

    MORE
    GALLERIES

  • 88

    Tunisha Sharma Suicide: એક્ટ્રેસ તુનિષા શર્માએ સેટના મેકઅપ રૂમમાં આત્મહત્યા કરી, જુઓ તસવીરો

    મળતી માહિતી પ્રમાણે, ઘટનાસ્થળે લટકેલી મળેલી લાશ પોલીસને જણાવ્યા વગર જ ઉતારી દેવામાં આવી હતી. તેવામાં પોલીસ દરેક એન્ગલથી આ કેસની તપાસ કરશે. પોલીસે ટીવી સિરિયલ સાથે જોડાયેલા લોકો સાથે પૂછપરછ કરી હતી. આ સાથે જ પોલીસ આત્મહત્યાનું કારણ શોધવા માટે તપાસ કરી રહી છે.

    MORE
    GALLERIES