ટીવી એક્ટ્રેસ સારા ખાન.. યાદ છે ને.. જે 'સપના બાબુલ કા: બિદાઇ' શોમાં સાધનાનો રોલ અદા કરતી હતી. આ શોમાં તો તે ખુબજ સાધારણ યુવતીનો રોલ કરતી હતી પણ રિઅલ લાઇફમાં સારા કોન્ટ્રોવર્સી ક્વિન છે. તે તેનાં બીજા શો 'બિગ બોસ'થી જાહેર થઇ ગયું.. શોમાં તેનાં લગ્નને લઇને ખુબજ ચર્ચાઓ રહી.. કોઇ આ શોમાં લગ્ન કેવી રીતે કરી શકે...
સારાની પાકિસ્તાનમાં ધરપકડ થઇ હોવાની ખબર વર્ષ 2017માં આવી હતી. તે સમયે સારા એક પાકિસ્તાની ટીવી શો 'લેકિન'નું શૂટિંગ કરવા પાકિસ્તાન ગઇ હતી. ત્યાં તેનાં ઉપર પરવાનગી વગર ટૂરનાં દિવસો વધારવાનો આરોપ હતો જે માટે તેને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવી હતી. પણ સારાએ આ તમામ ખબર ખોટી હોવાનું ગણાવ્યું હતું. તેણે કહ્યું કે, પાકિસ્તાન મિનિસ્ટ્રીથી NOC લેવા માટે ત્યાં રોકાઇ હતી. અને તેની પોલીસે અટકાયત કરી ન હતી.