Home » photogallery » મનોરંજન » Tunisha Sharma : શીજાન નહીં સુસાઇડના 15 મિનિટ પહેલા આ શખ્સ સાથે થઇ હતી તુનિષાની છેલ્લી વાત, થયા આ મોટા ખુલાસા

Tunisha Sharma : શીજાન નહીં સુસાઇડના 15 મિનિટ પહેલા આ શખ્સ સાથે થઇ હતી તુનિષાની છેલ્લી વાત, થયા આ મોટા ખુલાસા

તુનિષા શર્મા સુસાઇડ કેસમાં મુંબઈની કોર્ટમાં 9મી જાન્યુઆરીએ સુનાવણી થઇ. આ સુનાવણી દરમિયાન શીજાન ખાનના વકીલે એક્ટ્રેસની લાઇફ વિશે મોટો ખુલાસો કર્યો હતો. વકીલે જણાવ્યું કે, શીજાન સાથે બ્રેકઅપ બાદ તુનિષાની લાઇફમાં અલી નામના વ્યક્તિની એન્ટ્રી થઇ હતી. આત્મહત્યાના 15 મિનિટ પહેલા જ તેણે આ વ્યક્તિ સાથે વાત કરી હતી.

  • 19

    MORE
    GALLERIES

  • 29

    Tunisha Sharma : શીજાન નહીં સુસાઇડના 15 મિનિટ પહેલા આ શખ્સ સાથે થઇ હતી તુનિષાની છેલ્લી વાત, થયા આ મોટા ખુલાસા

    તુનિષા શર્મા સુસાઇડ કેસમાં 9મી જાન્યુઆરીએ મુંબઈ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન એક્ટ્રેસના જીવન વિશે એક મોટો ખુલાસો થયો હતો. કોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે શીજાન ખાન સાથે બ્રેકઅપ થયા બાદ તુનિષાની લાઇફમાં અલી નામના વ્યક્તિની એન્ટ્રી થઇ હતી. આ વ્યક્તિ સાથે જ તુનિષાએ તેના જીવનની છેલ્લી 15 મિનિટમાં વાત કરી હતી. તુનિષાની અલી સાથેની ફ્રેન્ડશિપ વિશે તેની માતાને પણ જાણ હતી.

    MORE
    GALLERIES

  • 39

    Tunisha Sharma : શીજાન નહીં સુસાઇડના 15 મિનિટ પહેલા આ શખ્સ સાથે થઇ હતી તુનિષાની છેલ્લી વાત, થયા આ મોટા ખુલાસા

    અલી નામના વ્યક્તિ સાથે હતા સંબંધો : એક્ટર શીજાન ખાનના વકીલ શૈલેન્દ્ર મિશ્રાએ સુનાવણીમાં આ વાતનો ખુલાસો કર્યો છે. વકીલના જણાવ્યા અનુસાર, શીજાન સાથે બ્રેકઅપ બાદ તુનિષા શર્માએ ડેટિંગ એપ ટિન્ડર જોઇન કરી હતી. અહીં તેની વાતચીત અલી નામના યુવક સાથે શરૂ થઈ. તુનિષા અલી સાથે પણ ડેટ પર ગઈ હતી. તુનિષાએ 21 થી 23 ડિસેમ્બર દરમિયાન અલી સાથે વાત કરી હતી. 23 ડિસેમ્બરે એક્ટ્રેસે અલીના ફોન પરથી તેની માતાને વીડિયો કોલ કર્યો અને તેની સાથે વાત કરી હતી. તુનિષાએ મૃત્યુના 15 મિનિટ પહેલા અલી સાથે વીડિયો કોલ પર વાત કરી હતી. તેથી શીજાન નહીં પરંતુ અલી એક્ટ્રેસના કોન્ટેક્ટમાં હતો.

    MORE
    GALLERIES

  • 49

    Tunisha Sharma : શીજાન નહીં સુસાઇડના 15 મિનિટ પહેલા આ શખ્સ સાથે થઇ હતી તુનિષાની છેલ્લી વાત, થયા આ મોટા ખુલાસા

    શીજાનના વકીલનું પણ કહેવું છે કે તુનિષાએ તેના કો-સ્ટાર અને ફ્રેન્ડ પાર્થને તેની પ્રોબ્લેમ્સ વિશે જણાવ્યું હતું. તેણે પાર્થને દોરડું પણ બતાવ્યું હતું. આ એક સંકેત હતો કે તે સુસાઇડ કરવાનું વિચારી રહી હતી. જ્યારે શીજાન ખાનને આ વાતની જાણ થઈ તો તેણે તુનિષાના પરિવારનો કોન્ટેક્ટ કર્યો અને તેમને આ વિશે જણાવ્યું હતું. આટલું જ નહીં, તેણે તેના પરિવારને તુનિષાનું ધ્યાન રાખવાનું પણ કહ્યું હતું. સુનાવણી દરમિયાન, શીજાનના વકીલે એ પણ ખુલાસો કર્યો કે તુનિષા કેટલીક દવાઓનું સેવન કરી રહી છે જે ખતરનાક છે. આ દવાઓ ડૉક્ટરની સલાહ વિના ન લેવી જોઈએ.

    MORE
    GALLERIES

  • 59

    Tunisha Sharma : શીજાન નહીં સુસાઇડના 15 મિનિટ પહેલા આ શખ્સ સાથે થઇ હતી તુનિષાની છેલ્લી વાત, થયા આ મોટા ખુલાસા

    ઉર્દૂ-હિજાબ માટે નથી કર્યું દબાણ : શીજાન ખાનના વકીલોએ તેના વતી ઉર્દૂ શીખવવા વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું કે શીજાન ખાન તુનિષાને ઉર્દૂ શીખવા માટે દબાણ કરી રહ્યો ન હતો. તે પોતે ઉર્દૂ ભાષા નથી જાણતો. તે ડાયરેક્ટરની ડિમાન્ડ પ્રમાણે તેની લાઈન્સ યાદ રાખે છે. તેની બહેનો પણ ઉર્દૂ નથી જાણતી. હિજાબ પહેરેલી તુનિષાની વાયરલ તસવીર પણ આ સિરિયલની છે. તે તેના કોસ્ટ્યૂમનો એક ભાગ હતો. શીજાનને આની સાથે કોઈ લેવાદેવા નથી.

    MORE
    GALLERIES

  • 69

    Tunisha Sharma : શીજાન નહીં સુસાઇડના 15 મિનિટ પહેલા આ શખ્સ સાથે થઇ હતી તુનિષાની છેલ્લી વાત, થયા આ મોટા ખુલાસા

    ધર્મના આધારે મારી ધરપકડ કરવામાં આવી : શીજાન વતી તેમના વકીલ શૈલેન્દ્ર મિશ્રાએ કહ્યું કે મારા ધર્મના કારણે મારી ધરપકડ કરવામાં આવી છે. તેમણે આ લવ જેહાદનો એંગલ બનાવ્યો છે. તે બે દિવસ સુધી મને સતત સવાલ-જવાબ કરી શકતા હતા અને સત્ય બહાર આવી જતું. મારી ધરપકડ કરવાની કોઈ જરૂર નહોતી. જો હું મુસ્લિમ ન હોત તો મારી સાથે આ બધું ન થયું હોત.

    MORE
    GALLERIES

  • 79

    Tunisha Sharma : શીજાન નહીં સુસાઇડના 15 મિનિટ પહેલા આ શખ્સ સાથે થઇ હતી તુનિષાની છેલ્લી વાત, થયા આ મોટા ખુલાસા

    પોલીસે કોઈ પુરાવા વગર મારી સામે કાર્યવાહી કરી. જો હું રિલેશનશિપમાં હોઉં તો મારા પર IPCની કલમ 306 લાદવાનો શું અર્થ છે. મારો એક ભાઈ છે જે ઓટીઝમથી પીડિત છે. તે મારી ખૂબ નજીક છે, મારા વિના ખાવાનું પણ નથી ખાતો. તેને મારી જરૂર છે.

    MORE
    GALLERIES

  • 89

    Tunisha Sharma : શીજાન નહીં સુસાઇડના 15 મિનિટ પહેલા આ શખ્સ સાથે થઇ હતી તુનિષાની છેલ્લી વાત, થયા આ મોટા ખુલાસા

    તુનિષાના વકીલે જવાબ આપ્યો : શીજાન ખાનના વકીલ શૈલેન્દ્ર મિશ્રાના ખુલાસા બાદ તુનિષાના વકીલ તરુણ શર્માનું સ્ટેટમેન્ટ સામે આવ્યું છે. તરુણનું કહેવું છે કે તેને બચાવ પક્ષ દ્વારા સબમિટ કરવામાં આવેલા કેટલાક દસ્તાવેજો મળ્યા છે. આનો જવાબ આપવા માટે અમને થોડો સમય લાગશે, આવી સ્થિતિમાં અમે કોર્ટ પાસેથી 11 જાન્યુઆરી સુધીનો સમય માંગ્યો છે.

    MORE
    GALLERIES

  • 99

    Tunisha Sharma : શીજાન નહીં સુસાઇડના 15 મિનિટ પહેલા આ શખ્સ સાથે થઇ હતી તુનિષાની છેલ્લી વાત, થયા આ મોટા ખુલાસા

    તરુણ શર્માએ ફરી એકવાર શીજાન પર હુમલો કર્યો છે. તેણે સવાલ ઉઠાવ્યા કે જો તુનિષાએ આત્મહત્યા પહેલા શીજાન સાથે વાત કરી ન હતી તો તેને કેવી રીતે ખબર પડી કે તે કોઈ અન્ય સાથે વાત કરી રહી છે. અત્યાર સુધી પોલીસ પણ તુનિષાના આઈફોનમાંથી આ વસ્તુ શોધી શકી નથી. આ હવે આઈપીસીની કલમ 302 હેઠળ શંકા પેદા કરી રહ્યું છે, 306 ભૂલી જાઓ.

    MORE
    GALLERIES