શોમાં 5 કરોડ રૂપિયાનું ઇનામ જીતેલા સુશીલ કુમાર વિશે હાલમાં કેટલીક વાતો વાઇરલ થઇ રહી છે જેમાં કેહવાઇ રહ્યું છે કે સુશીલ કરોડપતિ માંથી રોડપતિ થઇ ગયો છે અને તેનાં તમામ રૂપિયા પૂરા થઇ ગયા છે
સોની ચેનલ પર પ્રસારિત થતા ક્વિઝ ગેમ શો 'કૌન બનેગા કરોડપતિ'ની આ 10મી સિઝન છે. શોમાં અત્યાર સુધીમાં કેટલાંય સ્પર્ધક મોટી રકમ જીતી ચુક્યા છે. તો સાથે જ 'ઘર બેઠે આપ ભી ખેલો' કોમ્પિટિશનમાં પણ લાખો લોકો ભાગ લે છે અને ઇનામ જીતે છે.
2/ 11
જોકે આ શોમાં 5 કરોડ રૂપિયાનું ઇનામ જીતેલા સુશીલ કુમાર વિશે હાલમાં કેટલીક વાતો વાઇરલ થઇ રહી છે જેમાં કેહવાઇ રહ્યું છે કે સુશીલ કરોડપતિ માંથી રોડ પતિ થઇ ગયો છે અને તેનાં તમામ રૂપિયા પૂરા થઇ ગયા છે.
विज्ञापन
3/ 11
આ વાત આમ તો વર્ષ 2017માં વાઇરલ થઇ હતી પણ હાલમાં જ્યારે 'કોન બનેગા કરોડપતિ'ની દસમી સિઝન ફરી એક વખત શરૂ થઇ છે ત્યારે સુશીલ કુમારનાં જુના સમાચાર ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે.
4/ 11
જોકે, આ વાતની સત્યતા પરથી ખુદ સુશીલે પડદો ઉઠાવ્યો હતો અને તેણે સ્પષ્ટ કર્યુ હતું કે આ વાતો તદ્દન ખોટી છે તેને 5 કરોડની રકમ જીતી હતી પણ તમામ ટેક્સ કટ થયા બાદ તેને 3 કરોડ 60 લાખ રૂપિયા મળ્યા હતાં. જેમાંથી તેણે કેટલીક રકમથી ભાઇઓને મદદ કરી હતી.
5/ 11
થોડા રૂપિયાથી તેણે પ્લોટ ખરીદ્યો હતો જેમાં ખેતી થઇ શકે. અને બાકીનાં પૈસા તણે ભવિષ્ય માટે રાખી લીધા હતાં. શોમાં આવ્યો તે સમયે સુશીલ મનરેગા યોજના ચલાવતો હતો.
विज्ञापन
6/ 11
શોમાં મોટી રકમ જીત્યા બાદ તેણે પ્રોડક્શન કંપની ખોલી અને સ્ક્રીપ્ટ્સ પણ લખવા લાગ્યો. શો જીત્યા પછી સુશીલ પ્રખ્યાત થઇ ગયો. તેને ઘણાં રિઆલિટી શોમાંથી ઓફર આવી અને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર સુરક્ષા કાનુન એટલે મનરેગાનો તેને બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવવામાં આવ્યો.
7/ 11
સુશીલનું કહેવું છે કે કરોડપતિમાંથી રોડપતિ થવાની વાત માત્ર અફવા છે એક વખત તેનો ઇન્ટરવ્યું લેવા માટે એક જર્નાલિસ્ટે ફોન કર્યો હતો. અને તેને ફોનમાં પુછ્યુ હતું કે, શું તે પોલીટિક્સમાં જઇ રહ્યો છે.
8/ 11
આ વાત માટે સુશીલે ના પાડી. પછી તેમને પુછ્યુ કે, શું તેમની પાસે જે જીતેલા પૈસા હતાં તે પૂર્ણ થઇ ગયા છે. તે માટે મજાકમાં સુશીલે કહ્યું હતું કે, હા તે પૂર્ણ થઇ ગયા છે. જે બાદ જર્નાલિસ્ટે ખબર છાપી દીધી કે સુશીલ કુમાર કરોડપતિમાંથી રોડપતિ થઇ ગયો.
विज्ञापन
9/ 11
આપને જણાવી દઇએ કે સુશીલ કુમાર એક પ્રોડક્શન કંપનીનાં માલિક છે અને તેઓ સ્ક્રીપ્ટ રાઇટિંગનું કામ પણ કરે છે.