બોલિવૂડનાં એવરગ્રીન અને આદર્શ કપલ માનવામાં આવતા અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનને એક-બીજાની સાથે આજે 46 વર્ષ થઇ ગયા. એટલે કે આ કપલની આજે 46મી વેડિંગ એનિવર્સરી છે. આ ખાસ સમયે તેમનાં દીકરા અભિષેક બચ્ચને બંનેની એક સુંદર તસવીર શેર કરી છે. આ તસવીરનાં કેપ્શનમાં અભિષેક બચ્ચને લખ્યું છે કે, મારા માતા-પિતાને લગ્નની વર્ષગાંઠ મુબારક, હું આપ બંનેને ખુબજ પ્રેમ કરું છું...#46andcounting'
અમિતાભ-જયાની લવસ્ટોરીની વાત કરીએ તો આ કોઇ ફિલ્મી કહાનીથી કમ નથી. બંને તે સમયે બોલિવૂડનાં સુપરસ્ટાર હતાં. અને બંને લાંબા સમય સુધી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. તે સમયે ફિલ્મોમાં તો તેમની જોડી ખુબ પસંદ કરવામાં આવતી હતી. આ સાથે જ મીડિયામાં પણ તેમનાં સંબંધને લઇને ઘણાં કયાસ કાઢવામાં આવતા હતાં. જોકે લગ્નની કહાની એટલી રસપ્રદ છે કે આપને વિશ્વાસ નહીં આવે.
અમિતાભ બચ્ચને એક જુના ઇન્ટરવ્યૂમાં આ કિસ્સો શેર કર્યો હતો બિગ બીએ કહ્યું કે, આ વાત તે સમયની છે જ્યારે હું અને જયા 'જંજીર' ફિલ્મમાં સાથે કામ કરી રહ્યાં હતાં ટીમે નિર્ણય લીધો કે જો ફિલ્મની સક્સેસ જશે તો તેની પાર્ટી લંડનમાં ઉજવાશે. લંડન ટ્રિપ અંગે પાપાને વાત કરી. તો તેમને મને પુછ્યું કોણ કોણ સાથે જઇ રહ્યાં છો?