હિન્દૂ ધર્મ વિશ્વમાં સૌથી જૂનો ધર્મ મનાય છે. હિન્દૂ ધર્મના વિચારો અને સંકૃતિથી આખી દુનિયા ખૂબ પ્રભાવિત છે. જેને લઈને હિન્દૂ ધર્મને અપનાવતા લોકોની સંખ્યામાં સતત વધારીઓ થઇ રહ્યો છે. જેમાં દેશ વિદેશની સેલિબ્રિટીઝનો પણ સમાવેશ થાય છે. આજે અમે તમને એવા સેલેબ્સ વિશે માહિતી આપીશું, જેમણે હિન્દુ ધર્મ અપનાવ્યો છે.
નયનતારા: નયનતારા દક્ષિણ ભારતીય ફિલ્મોની ટોચની અભિનેત્રી છે. નયનતારાનો જન્મ ઈસાઈ પરિવારમાં થયો હતો. જોકે, તેણે 2107માં હિન્દૂ ધર્મ અપનાવ્યો હતો. આ માટે તેમણે ચેન્નાઈના આર્યસમાજ મંદિરમાં ધર્મની દીક્ષા લીધી હતી. તેઓ એક્ટર અને પૂર્વ DMK નેતા રાધા રવિએ પોતાના પર કરેલા મહિલા વિરોધી નિવેદનને લઈને ચર્ચામાં છે. જે બાદ DMKએ રાધા રવિને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા
જુલિયા રોબર્ટ્સ: હોલીવુડ એક્ટ્રેસ જુલિયા રોબર્ટ્સ ભારતમાં વર્ષ 2010 દરમિયાન ઈટ, પ્રે લવની શૂટિંગ દરમિયાન હિંદુઇ ધર્મથી પ્રભાવિત થઇ હતી. જે બાદ તેણે હિન્દૂ ધર્મને અપનાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં જન્મેલી જુલિયા રૉબૅર્ટસે નોટિંગ હિલ, માય બેસ્ટ ફ્રેન્ડ્સ વેડિંગ અને ઈટ, પ્રે, લવ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
જોન કોલ્ટ્રાન: આ અમેરિકન મ્યુઝિશિયનનો જન્મ અમેરિકાના ઈસાઈ પરિવારમાં થયો હતો. તેઓ જેમ-જેમ મોટા થતા ગયા, તેમ-તેમ હિન્દૂ ધર્મ પ્રત્યે તેમનો લગાવ વધતો ગયો હતો. જે બાદ તેમણે હિન્દૂ ધર્મ અપનાવ્યો હતો.
ટ્રેવર હાલ: ટ્રેવર અમેરિકી ગાયક, ગિટારિસ્ટ અને ગીતકાર છે. તેમનું સંગીતમાં તમે સંસ્કૃતના મંત્રો સાંભળી શકો છો. તેમનું મ્યુઝિક હિન્દૂ ધર્મથી પ્રભાવિત છે. 2013માં જયારે ત્યેઓ ભારત આવ્યા તો હિન્દૂ ધર્મથી પ્રભાવિત થયા હતા. જે બાદ હિન્દૂ ધર્મ સ્વીકારીને તેમણે સાધુનું જીવન વિતાવ્યું હતું.
જેરી ગાર્સીયા: તેઓ પોતાના ગ્રેટફુલ ડેડ નામના બેન્ડથી પ્રસિદ્ધ થયા હતા. અમેરિકન મ્યુઝિશિયન જેરી 30 વર્ષ સુધી લીડ ગિટારિસ્ટ તરીકે બેન્ડ સાથે જોડાયેલા રહ્યા હતા. તેઓ બાળપણથી હિન્દૂ ધર્મમાં રુચિ ધરાવતા હતા, તેમણે જીવનભર હિન્દુ ધર્મનું પાલન કર્યું. મહત્વનું છે કે, 1995માં તેમના અવસાન બાદ તેમની સાથીઓને હૃષીકેશમાં ગંગા નદીમાં પ્રવાહિત કરાઈ હતી.
કેઆરએસ-વન : અમેરિકાના પ્રસિદ્ધ રેપ સિંગર કેઆરએસ-વનનું અસલી નામ લોરેન્સ કૃષ્ણા પાર્કર છે. તેમના નામથી જ જાણી શકાય છે કે તેઓ ભગવાન કૃષ્ણથી ખૂબ પ્રભાવિત થયા છે. તેમને પોતાની બુક ધ ગોસ્પેલ ઓફ હિપ-હોપમાં તેમના ધાર્મિક વિશ્વાસ અંગે વાત કરી છે.
એલિઝાબેથ ગિલબર્ટ: એલિઝાબેથ ગિલબર્ટ 2006માં આવેલ તેમના સંસ્મરણ ઈટ, પ્રે, લવ દ્વારા ચર્ચામાં આવી હતી. તેઓ એક લેખક છે. તેમનું આ પુસ્તક 199 સપ્તાહ સુધી ન્યુયોર્ક ટાઈમ્સ સમાચારપત્રની બેસ્ટ સેલર લિસ્ટમાં હતી. આ બુક લખવાની પ્રેરણા તેમને ભારત દ્વારા મળી હતી. આ દરમિયાન તેમણે હિન્દૂ ધર્મ અપનાવ્યો હતો.
જ્યોર્જ હેરિસન: બીટલ્સ બેન્ડના લીડ ગિટારિસ્ટ જ્યોર્જ હેરિસન રોક મ્યુઝિકની દુનિયામાં જાણીતું નામ હતું. તેમણે 1960માં ઈસાઈ ધર્મ છોડીને હિન્દૂ ધર્મ અપનાવી લીધો હતો. તેમણે પોતાના બેન્ડમાં પણ હિન્દૂ ધર્મનો પ્રચાર કર્યો હતો. જોકે, 2001માં તેમનું મોટ થયું હતું. બાદમાં તેમના અસ્થિને ગંગા અને યમુના નદીના જળમાં પ્રવાહિત કરાઈ હતી.
રસેલ બ્રાન્ડ: તેઓ અંગ્રેજી ફિલ્મોની દુનિયામાં પોતાની કોમેડીને લઈને પ્રસિદ્ધ છે. તેઓ ટીવી પ્રોડ્યુસર, રાઇટર અને સ્ક્રીન રાઇટર પણ છે. તેઓ હિન્દૂ ધર્મ અંગે વ્યાખ્યાન પણ આપે છે. તેઓ ધ્યાનના પાક્કા સમર્થક છે. ઉલ્લેખનીય છે કે તેમણે વર્ષ 2010માં કેટી પેરી સાથે રાજસ્થાનમાં લગ્ન કર્યા હતા. તેમના લગ્ન હિન્દૂ પરંપરા મુજબ થયા હતા.
કાલ પેન: તેમનો જન્મ અમેરિકાના હિન્દૂ પરિવારમાં થયો હતો. તેઓ હેરોલ્ડ એન્ડ કુમાર ગો ટુ વ્હાઇટ કેસલ, સુપરમેન રિટર્ન્સ અને ધ નેમસેક જેવી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. તેઓ અમેરિકી સરકારમાં સિવિલ સર્વન્ટ તરીકે કામ કરી ચુક્યા છે. તેઓ હિન્દૂ ધર્મના પાક્કા સમર્થક છે.
અનિરુદ્ધ જ્ઞાનશિખ: તેઓ પાકિસ્તાની મૂળના લેખક છે અને યુવાવસ્થામાં તેઓ કટ્ટર મુસ્લિમ હતા. ભારત-પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે તેમણે મુસ્લિમ ન હોય તેવા લોકોની હત્યા પણ કરી હતી. જે બાદ તેમને પસ્તાવો થતા ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ કર્યો અને છેલ્લે તેમને હિન્દૂ ગ્રંથોમાં પોતાના પ્રશ્નોના ઉત્તર મળી જતા તેમણે હિન્દૂ ધર્મ અપનાવી લીધો અને પોતાનું નામ અનિરુદ્ધ જ્ઞાનશિખ રાખી લીધું
રિકી વિલિયમ્સ : તેઓ એક ગિટારિસ્ટ, સિંગર અને બાસ પ્લેયર છે. 2005માં તેમણે એક આલબમ રિલીઝ કર્યો હતો, જેના ગીતોમાં હિન્દૂ ધર્મની એક આધ્યાત્મિક ગુરુ માતા આનંદમયીન ગુણગાન ગાવામાં આવ્યા હતા. આ અલબમનું નામ જે એન્ડ ફ્રેન્ડ્સ સીંગ એન્ડ ચેન્ટ ફોર અમ્મા હતું.
સંત હરિદાસ: બંગાળના પ્રખ્યાત વૈષ્ણવ સંત હરિદાસનો જન્મ મુસ્લિમ કાજી પરિવારમાં થયો હતો. તેમણે ચૈતન્ય મહાપ્રભુજી પાસેથી વૈષ્ણવ ધર્મની દીક્ષા લીધી હતી. ઉલ્લેખનીયસી છે કે, ધર્મદ્રોહના આરોપમાં તેમને શહર કાજી દ્વારા કોડા ફટકારવામાં આવ્યા હતા, છતાં તેઓ પોતાના ધર્મથી વિચલિત નહોતા થયા.
મહંત ગુલાબનાથ: તેઓ નાથ સંપ્રદાયના પ્રસિદ્ધ સંત હતા અને યોગી આદિત્યનાથ અને તેમના ગુરુ મહંત અવૈધનાથ દ્વારા આદર ભાવના રાખતા હતા. તેઓ જન્મથી મુસ્લિમ હતા અને તેમનું અસલી નામ ગુલ મહોમ્મદ હતું.
ડૉ. આનંદ સુમન: તેઓ 80ના દશકામાં ચર્ચિત હતા. તેઓ છેતારી નવાબના વંશજ હતા. તેઓ ઇસ્લામનો ત્યાગ કરીને હિન્દૂ બની ગયા હતા.
આશિષ ખાન દેવશર્મા: તેઓ પ્રખ્યાત સરોદવાદક છે. તેમણે હિન્દૂ ધર્મ આપનાવ્યા બાદ પોતાના નામ પાછળ દેવશર્મા લગાવ્યું છે.
M.I.A: આ ઈંગ્લીશ આર્ટિસ્ટ મૂળ શ્રીલંકન છે. M.I.A પેન્ટર, ડાયરેક્ટર અને ગીતકાર છે. તેણે પોતાનું કરિયર ફિલ્મમેકિંગ અને ડિઝાઇનમાં શરુ કર્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે તેમનો ફેમસ સુપર બોલ મિડલ ફિંગર એક્ટ દેવી મતંગીને ટ્રિબ્યુટ હતું.
માઇલી સાઈરસ: માઇલી તેના સંગીત અને ડ્રેસિંગથી સતત ચર્ચામાં રહે છે. થોડા વર્ષો પહેલા તેમણે પોતાના ઘરમાં લક્ષ્મી પૂજાનું આયોજન કર્યું હતું, ત્યારે તે ચર્ચામાં આવી હતી. આ ફોટો તેમણે ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરીને હટાવી લીધો હતો. જોકે, આ વાતથી એમ ન કહી શકાય કે તેઓ હિન્દૂ ધર્મ અપનાવી ચુક્યા છે.
મહત્વનું છે કે, હિન્દૂ ધર્મમાં ઔપચારિક ધર્માંતરણની કોઈ વ્યવસ્થા નથી. જેથી અકબર, કબીર અને રસખાન જેવા વ્યક્તિઓ અનેક હિન્દૂ વિશ્વાસો સ્વીકાર્યા બાદ પણ પોતાને હિન્દૂ ધર્મના અનુયાયી નહોતા જાહેર કર્યા. આ જ રીતે વિજયનગરના રાજાઓ હરિહર તેમજ બુક્કા તથા શિવાજીના મિત્ર નેતાજી પાલેકર જેવા વ્યક્તિઓને પણ છોડી શકાય જેઓ મુસલમાન હોવા છતાં હિન્દૂ થયા હતા.