ખુલાસો: કેમ તારક મહેતાનાં નિર્માતા આસિત મોદીએ 'જુના ટપ્પુ'ને કહ્યો હતો, 'અનપ્રોફેશનલ'
Taarak Mehta Ka Ooltah Chashmah ટીવી શોમાં વર્ષ 2017 સુધી ભવ્ય ગાંધી (Bhavya Gandhi)એ શો છોડી દીધો. તેણે તેની કરિઅર ફિલ્મોમાં બનાવવા માટે શો છોડવાનો નિર્ણય લઇને સૌને ચોકાવી દીધા હતાં.


એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)માં ટપ્પુનું પાત્ર અદા કરી ઘર ઘરમાં ફેમસ થઇ જનારા એક્ટર ભવ્ય ગાંધી (Bhavya Gandhi) પર શોનાં નિર્માતા આસિત મોદીએ ગંભીર આરોપ લગાવ્યો હતો. આસિત મોદીએ ભવ્યને અનપ્રોફેશનલ કહ્યો હતો.


વર્ષ 2017માં ભવ્યએ ફિલ્મોમાં કરિઅર બનાવવા માટે આ શો છોડી દીધો હતો. અને 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' શોને છોડવાનો તેણે નિર્ણય લીધો હતો. ભવ્ય શોનાં શોમાંથી બહાર ગયા બાદ આસિત મોદીએ દૈનિક ભાસ્કરને એક ચોકાવનારો ઇન્ટરવ્યું આપ્યો હતો. જેમાં તેમણે ખુલાસો કર્યો હતો કે, ભવ્ય ગાંધીનાં અવ્યવસાયિક વ્યવહાર (Unprofessional Behavior)થી તેઓ નિરાશ હતાં.


આસિતે જણાવ્યું હતું કે, 'ઇમાનદારીથી કહુ તો આ જોઇને હું ખુબજ દુખી હતો કે, ભવ્ય ગાંધીએ શો છોડી દીધો છે, જ્યારે અમને તેની સૌથી વધુ આવશ્યકતા હતી. હું તેનાં માટે એક પિતા જેવો તો. અને મે તેને આટલાં વર્ષો સુધી સમર્થન આપ્યું હતું. તેણે અમને વગર જણાવે ગુજરાતી ફિલ્મ સાઇન કરી લીધી હતી. જ્યા સુધી મારા શોને નુક્શાન નહોતું થતું મે તેમાં હસ્તક્ષેપ નહોતો કર્યો. અમે એક વિશેષ ગણતંત્ર દિવસ એપિસોડનું શૂટિંગ કરી રહ્યાં હતાં. અને તેમાં ટપ્પૂની જરૂર હતી.'


'ચોકાવનારી વાત તો ત્યાં બની જ્યારે ભવ્યએ શૂટિંગ પર આવવાની ના પાડી દીધી. મારા અને મારી ટીમનાં પ્રત્યે તેનો આવો વ્યવહાર જોઇને હું નિરાશ થઇ ગયો હતો. આટલાં વર્ષોમાં મે હમેશાં તેને સાથ આપ્યો સહયોગ આપ્યો. તેવામાં કોઇપણ આ પ્રકારનું અનપ્રોફેશનલ વ્યવહાર સહન ન કરી શકે. અમારી પાસે નવાં ચહેરાની સાથે તેની જગ્યા રિપ્લેસ કર્યા સીવાય કોઇ વિકલ્પ ન હતો.'


તારક મેહતા કા ઉલ્ટા ચશ્માનાં નિર્માતાએ કહ્યું હતું કે, 'એવું લાગે છે કે પ્રસિદ્ધિ અને સફળતા તેનાં માથે ચઢી ગઇ છે. પણ તેને આ ન ભૂલવું જોઇએ કે, આ ટપ્પૂનું કિરદાર હતું જેણે તેને આટલો લોકપ્રિય બનાવ્યો હતો. મારી પાસે તેનાં માટે કોઇ ફરિયાદ નથી. હવે મારું સંપૂર્ણ ફોકસ રાજ અનડકટ એટલે કે નવાં ટપ્પુ પર રહેશે. '