એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવીનાં લોકપ્રીય શો 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' (Tarak Mehta Ka Ooltah Chashmah) દર્શકોનું ખુબ મનોરંજન કરે છે. શોનાં તમામ કિરદારની એક અલગ ફેન ફોલોઇંગ છે. શોમાં નટૂ કાકાનો (Nattu Kaka) રોલ અદા કરનારા એક્ટર ધનશ્યામ નાયક (Ghanashyam Nayak) હાલનાં દિવસોમાં કેન્સરથી ઝઝૂમી રહ્યાં છે. 77 વર્ષનાં ઘનશ્યામ નાયક દર્શકોનું દિલથી મનોરંજન કરે છે. હાલમાં તેમને ગળાનું કેન્સર ડિટેક્ટ થયું છે. જે બાદ તેઓ ટ્રિટમેન્ટ માટે પરત ફર્યા હોવાથી હાલમાં શોમાં દેખાતા નથી. (તસવીર- ઘનશ્યામ નાયકનાં FB પેજ પરનાં વીડિયો માંથી )
ઇન્સ્ટંટ બોલિવૂડની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ મુજબ ઘનશ્યામ નાયક (Ghanshyam Nayak)એ તેમની અંતિમ ઇચ્છા જાહેર કરી છે. પોસ્ટ મુજબ ફેન્સનાં ચહેતા નટુ કાકા (Nattu Kaka)એ કહ્યું કે, તેઓ તેમની અંતિમ શ્વાસ સુધી કામ કરવાં ઇચ્છે છે. આપને જણાવી દઇએ કે, ઘનશ્યામ નાયક (Ghanashyam Nayak) ગત ઘણાં વર્ષોથી 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah)ની સાથે જોડાયેલાં છે. અને દર્શકોનું મનોરંજન કરે છે.
ધનશ્યામ નાયકને ગળા પર કંઇક ડાઘા દેખાયા હતાં જે બાદ તેમણે ડોક્ટર્સને જણાવ્યું. આ વર્ષે એપ્રિલમાં તેમને કેન્સર ડિટેક્ટ થયું હતું. જે બાદથી ફેન્સ તેમનાં માટે દુઆ કરી રહ્યાં છે.ધનશ્યામ નાયક (Ghanashyam Nayak)નાં પરિવારે કીમોથૈરપી સેશન્સ શરૂ કરવામાં આવે છે. ફેન્સ પણ ઇચ્છે છે કે, સૌનાં ચહેતા નટુ કાકા (Nattu Kaka) જલ્દી જ સ્વસ્થ થઇ ફરી એક વખત સૌની વચ્ચે પરત આવશે.