નુસરત જહાંનાં લગ્ન પર જાહેર થયો ફતવો, સાંસદે આપ્યો જડબાતોડ જવાબ
જોકે નુસરત જહાંએ ફતવા મામલે જડબાતોડ જવાબ આપ્યો છે. તેણે કહ્યું કે, મારો ધર્મ મુસ્લિમ છે અને હું મુસ્લિમ જ રહીશ પરંતુ મારી આસ્થા કપડા અને પહેરવહેશથી વિશેષ ઉપર છે.
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: TMC કોંગ્રેસની સાંસદ અને બંગાળી એક્ટ્રેસ નુસરત જહાંનાં હાલમાં જ લગ્ન થયાં. આ લગ્ન તેણે હિન્દુ વિધિથી કર્યાં. જેને કારણે દેવબંધનાં ધર્મગુરૂઓ દ્વારા ફતવો જાહેર કરવામાં આવ્યો છે.
2/ 8
નુસરત પોતે મુસ્લિમ છે. અને તેણે હિન્દુ યુવક નિખિલ જૈન સાથે લગ્ન કર્યાં છે. દેવબંધનાં ધર્મગુરૂ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, મુસ્લિમ યુવતીઓએ માત્ર મુસ્લિમ યુવક સાતે જ નિકાહ પઢવા જોઇએ.
3/ 8
નુસરત જહાંએ આ ફતવા મામલે જડબાતોડ જવાબ આપતાં કહ્યું છે કે, મારો ધર્મ મુસ્લિમ છે અને હું મુસ્લિમ જ રહીશ. મારી આસ્થા મારા કપડાં અને પહેરવેશની ઉપર અને વિશેષ છે.
4/ 8
નુસરતનાં લગ્ન પણ હિન્દુ વિધિથી થયા હતાં. અને તે લગ્ન બાદ પણ સેથામાં સિંદુર, માથે બિંદી, ગળામાં મંગળસૂત્ર અને હાથમાં ચુડા સાથે નજર આવે છે.
5/ 8
નુસરતની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે ત્યારે કેટલાંક તેનાં વિરોધમાં છે તો કેટલાંક તેનાં સમર્થનમાં છે.
6/ 8
અગાઉ પણ નુસરતે ટ્વીટર પર લખ્યું હતું કે, હું વિવિધતામાં એકતા વાળા ભારતનું પ્રતિનિધીત્વ કરૂ છું. જે જાતિ, ધર્મના બંધનોથી ઉપર છે. અમે તમામ ધર્મનું સન્માન કરીએ છીએ. હું મુસ્લિમ છું અને મુસ્લિમ જ રહીશ.
7/ 8
જોકે નુસરત જહાંએ ફતવા મામલે જડબાતોડ જવાબ આપ્યો છે. તેણે કહ્યું કે, મારો ધર્મ મુસ્લિમ છે અને હું મુસ્લિમ જ રહીશ પરંતુ મારી આસ્થા કપડા અને પહેરવહેશથી વિશેષ ઉપર છે.
8/ 8
નુસરતે TMCનાં સાંસદ તરીકે જ્યારે શપથ લીધા ત્યારે પણ તે એક હિન્દુ પરણિત મહિલાની જેમ સેથામાં સિંદુર, માથે બિંદી, ગળામાં મંગળસૂત્ર અને હાથમાં ચુડા સાથે નજર આવી હતી.