TMC સાંસદ બન્યા બાદથી સતત ચર્ચામાં રહેલી બંગાળી એક્ટ્રેસ નુસરત જહાંએ ગત રાત્રે તેનાં લગ્નની રિસેપ્શન પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં ઘણાં પોલિટિકલ અને ફિલ્મી હસ્તીઓ પહોંચ્યા હતાં. ગત રાત્રે આ ગ્રેન્ડ રિસેપ્શન પાર્ટીની ઘણી તસવીર વાયરલ થઇ હતી. જેમાં પશ્ચિમ બંગાળની મુખ્ય મંત્રી મમતા બેનર્જી અને નુસરતની ખાસ મિત્ર મિમી ચક્રવર્તી નજર આવી હતી. આજે આ સાથેજ નુસરતે વહેલી સવારમાં જ પતિ નિખિલ સાથે ઇન્સ્ટાગ્રામ પર એક ખુબજ સુંદર તસવીર શેર કરી છે. આ લેટેસ્ટ તસવીરમાં બંને રોમેન્ટિક અંદાજમાં નજર આવે છે. આ બંનેની તસવીરો લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે. લોકોએ આ તસવીરને નુસરત-નિખિલની સૌથી રોમેન્ટિક તસવીર ગણાવી છે.
આ તસવીરમાં નુસરત અને નિખિલની વચ્ચે રોમેન્ટિક કેમેસ્ટ્રી સ્પષ્ટ જોઇ શકાય છે. તો નુસરતનાં ફેન્સ તેમને આ તસવીર પર વધામણી આપી રહ્યાં છે. તસવીરની કેપ્શનમાં નુસરત દિલની વાત પણ કરે છે. તેણે લખ્યુ છે કે, જ્યારે પણ હું મારી આંખો બંધ કરુ છુ તો હું મારા દિલમાં ફેલાયેલી તારા પ્રેમની રોશની જોવું છું. મને આટલી ખુશી આપીને તે મારું જીવન બદલી દીધુ છે. તુ મને પૂર્ણ કરે છે. હું તારી સાથે કંઇક ખાસ થઇ જવું છું. નિખિલ...
આપને જણાવી દઇએ કે, નુસરત-નિખિલનું આ ગ્રેન્ડ રિસેપ્શન કોલકાતાનાં ITC રોયલ હોટલમાં આયોજિત થયું હતું. આ સમયે નિખિલ જૈન અને નુસરત બંને માટે ખુબ ખાસ રહ્યો. તેથી જમવાનાં મેન્યૂથી લઇને ડેકોરેશન સુધી દરેક વાતનું ખાસ ખ્યાલ રાખવામાં આવ્યું છે. આ રિસેપ્શનમાં જે ખાસ હતું તે શાકાહારી ભોજન હતું. આ શુદ્ધ શાકાહારી મેન્યૂનું કારણ નુસરતનો પતિ નિખિલ હતો. નુસરતનાં પતિ નિખિલનાં ઘરે એટલે કે નુસરતનાં સાસરામાં શાકાહારી ભોજન ખાવામાં આવે છે.