લોકસભાની ચૂંટણી 2019માં પશ્ચિમ બંગાળની બશરીઘાટ સીટ જીતનાર 28 વર્ષીય નુસરત જહાએ લગ્ન કર્યાં છે. આ તૃણમુલ સાંસદે અત્યારે સદનમાં આવીને શપથ ગ્રહણ કર્યા નથી, નવી સરકારના પેહલા સંસદીય સત્ર 17 જુનના રોજ શરુ થઇ ગયું હતુ. આ શરુઆતી બે દિવસોમાં નવા સાંસદોના પદના શપથ લેવડાવવામાં આવ્યા. આ દરમિયાન ટીએમસી સાંસદના શપથ ગ્રહણ સૌથી વધારે ચર્ચિત રહ્યા. બુધવારે તેણે સમગ્ર હિન્દુ રિવાજ સાથે લગ્ન કર્યા.