બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રૉફ તાજેતરમાં બહાર પાડવામાં આવેલી ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર 2 ને લઇને ચર્ચામાં છે. તેઓ ફિલ્મ ઉદ્યોગમાં તેમની એક્શન અને સ્ટંટ માટે જાણીતા છે. એકટિંગ તો દરેક કોઇ કરે છે, પરંતુ અભિનય સાથે સ્ટન્ટ્સ કરવા એ ટાઇગરનું પહેલું કામ છે. ટાઇગરે માઈકલ જેક્સનની બાયોપિક કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. ટાઇગર જણાવે છે કે તેમના જીવનમાં માઇકલ જેક્સનની શું ભૂમિકા ધરાવે છે.
ટાઇગર કહ્યું, 'મે જ્યારે ફિલ્મ હિરોપંતી સાઇન કરી હતી તે સમયે વિચાર્યું હતુ કે મારે માઇકલ જેક્સનની જેમ ડાન્સ કરવો છે, તેથી હું પણ સુપરહીરો ઋત્વિક રોશનના ડાન્સનો ફેન છું, આજે જ્યાં પણ છુ તેનું કારણ માત્ર માઇકલ જેક્સન છે કારણ કે તે જ મારી સૌથી પહેલી પ્રેરણા હતી. પહેલી ફિલ્મ શરુ કર્યા પહેલા મે એક વર્ષ પહેલા જ ડાન્સ શિખવાનું શરુ કર્યુ હતુ.