બોલિવૂડના જાણીતા ફિલ્મ નિર્માતા બોની કપૂર (Boney Kapoor) આજે પોતાનો 65મો જન્મદિવસ મનાવી રહ્યા છે. તેમનો જન્મ 11 ઓક્ટોબર 1955માં ઉત્તર પ્રદેશના મેરઠમાં થયો હતો. બોની કપૂર મિસ્ટર ઇન્ડિયા, જુદાઇ અને નો એન્ટ્રી જેવી સુપરહિટ ફિલ્મો બોલિવૂકમાં આવી ચૂક્યા છે. જો કે તેમના વિષે ચર્ચાઓએ ત્યારે જોર પકડ્યું જ્યારે તે બોલિવૂડની સૌથી સુંદર મહિલા પતિ બન્યા. ત્યારે આજે તેમના જન્મ દિવસ પર જાણો કેવી રીતે બોની અને શ્રી પહેલીવાર એકબીજાથી મળ્યા ફોટો સભાર- Instagram @janhvikapoor)
વર્ષ 1987માં બોની કપૂર એક ફિલ્મ બનાવવા જઇ રહ્યા હતા. જેનું નામ હતું મિસ્ટર ઇન્ડિયા, આ ફિલ્મ તેમનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. આ ફિલ્મથી તેમને અનેક આશાઓ હતી અને તે આ ફિલ્મમાં શ્રીદેવીને લેવા માંગતા હતા. નોંધનીય છે કે આ ફિલ્મ તેમને જાણીતા ફિલ્મ નિર્માતાઓના લિસ્ટમાં જોડી દીધા. અને પછી બોની કપૂર ખૂબ જ સફળ રહ્યા.
મીડિયા રિપોર્ટ મુજબ તે મિસ્ટર ઇન્ડિયામાં આ સમયની ટોપ એક્ટ્રેસ શ્રીદેવીને લેવા માંગતા હતા. આ માટે તે ચેન્નઇમાં આવેલા શ્રીદેવીના ઘરે પહોંચ્યા. અહીં તેમની પહેલી મુલાકાત થઇ. તેમને સાત દિવસ પછીનો સમય આપવામાં આવ્યો. બોનીને સમજાઇ ગયું કે આમ કહીને તેમને ટાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ માટે તે ચેન્નઇની એક હોટલમાં રોકાઇ ગયા અને રોજ શ્રીદેવીના ઘરના ચક્કર કાપવા લાગ્યા. જો કે છેવટે તેમની મુલાકાત શ્રીદેવી સાથે થઇ અને અનેક પ્રયાસો પછી શ્રીદેવીએ તેને મિસ્ટર ઇન્ડિયા માટે હા પાડી.
મિસ્ટર ઇન્ડિયા જ્યારે સુપરહિટ થઇ તો શ્રીદેવીનો બોની કપૂર પર વિશ્વાસ વધ્યો. તે પછી તેમણે શ્રીદેવી સાથે વધુ એક ફિલ્મ બનાવી જેનું નામ હતું રૂપ કી રાની ચોરો કા રાજા, પણ આ ફિલ્મ હિટ સાબિત ના થઇ. પણ આ ફિલ્મમાં તેમણે શ્રીદેવીના દરેક નખરા હસતા હસતા સહન કર્યા. જે વાતથી શ્રીદેવી ખૂબ જ ઇમ્પ્રેસ થઇ. અને બંને વચ્ચે સારી મિત્રતા થઇ. આ પછી શ્રીદેવી અને બોની કપૂરે ફિલ્મ જુદાઇ બનાવી. તેવામાં શ્રીદેવીમાં રાજેશ્વરીની તબિયત બગડી અને તેમને અમેરિકા લઇ જવી પડી. અને આવા કપરા સમયે બોની કપૂર પર શ્રીની સાથે અમેરિકા ગયા અને તે પરિવારના મિત્ર બની ગયા. પણ ત્યાં ખોટી સારવારના કારણે શ્રીદેવીની માતાનું નિધન થઇ ગયું. ત્યારે બોની કપૂરે હોસ્પિટલ પર કેસ કરીને લાંબી લડાઇ લડીને તેમના નુક્શાનની ભરપાઇ કરી.
બોની કપૂરનો આ નિસ્વાર્થ ભાવ જોઇને તેમણે શ્રીદેવીના મનમાં એક ખાસ જગ્યા બનાવી. તે પછી તેમણે 1996માં લગ્ન કરી લીધા તે વાત જાણતા કે બોનીના લગ્ન થઇ ચૂક્યા છે. બોનીને આ લગ્નથી તેના પરિવારની નારાજગી સહન કરવી પડી. શ્રીદેવી અને બોની કપૂરની બંને પુત્રીના નામ જાહ્નવી અને ખુશી કપૂર છે. જાહ્નવી કપૂરની ફિલ્મ ધડક રીલિઝ થવાની હતી કે અચાનક શ્રીદેવીનું નિધન થઇ ગયું. ફોટો સભાર- Instagram @janhvikapoor