ફિલ્મો પ્રત્યેનો લગાવ લોકોના માથા પર ખૂબ ઊંચે ચઢી પોકારે છે. તમે આ હકીકત પરથી અનુમાન લગાવી શકો છો કે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી (film industry)માં એવા ઘણા સ્ટાર્સ છે. જેમણે સરકારી નોકરી છોડી દીધી (Bollywood actors quit government jobs) અને રૂપેરી પડદે કામ કરવાનું નક્કી કર્યું. જોખમ હોવા છતા પણ, આ સ્ટાર્સે માત્ર અભિનય જ નથી કર્યો પણ તેમના અભિનયને સુપરહિટ પણ બનાવ્યો. તો જોઈએ બોલિવુડની રસપ્રદ કહાની (bollywood Interesting story).
2- બોલીવુડના ટ્રેજેડી કિંગ તરીકે પ્રખ્યાત દિલીપ કુમાર (dilip kumar) ફિલ્મોમાં આવતા પહેલા લશ્કરી કેન્ટીન ચલાવતા હતા. પરંતુ દિલીપ કુમારના નસીબમાં કંઈક બીજું જ લખેલું હતું. સ્ટોલ બંધ થયા પછી, તે 5 હજાર લઈ મુંબઈ આવી ગયા અને તેમની મુલાકાત અભિનેત્રી દેવિકા રાની સાથે થઈ, જે બોમ્બે ટોકીઝની માલિક હતી. જ્યારે દિલિપ કુમાર પડદામાં પગ મુક્યો તો ભારતીય સિનેમાને એક મહાન અભિનેતા મળ્યો.
4 - દેવ આનંદ (dev anand) તેમના સમયના હેન્ડસમ હીરોમાંના એક હતા. પરંતુ ફિલ્મો આવ્યા પહેલા તેઓ સરકારી નોકર હતા. દેવ આનંદ સેન્સર બોર્ડના કારકુન હતા, પરંતુ ફિલ્મોમાં તક મળતાં તેમણે આ નોકરી છોડી દીધી હતી. તેમને મિત્ર ગુરુ દત્તના કારણે બોમ્બે ટોકીઝ પ્રોડક્શનની ફિલ્મ જિદ્દીમાં મુખ્ય ભૂમિકા મળી. આ ફિલ્મ 1948માં રિલીઝ થઈ અને સફળ પણ રહી હતી.
5 - દક્ષિણમાં ભગવાન ગણાતા રજનીકાંત (rajinikanth) ફિલ્મોમાં દેખાયા પહેલા બેંગલોર ટ્રાન્સપોર્ટ સર્વિસમાં બસ કંડક્ટર હતા. પરંતુ ટિકિટ કાપતા-કાપતા રજનીકાંત ફિલ્મો તરફ વળ્યા. તેમને સાઉથના પ્રખ્યાત નાટક દિગ્દર્શક ટોપી મુનીપ્પાના પૌરાણિક નાટકમાં કામ કરવાની તક મળી. પિક્ચરમાં એક નાનો રોલ મળ્યો અને આ અભિનય બાદ થલૈવાના માથા પર અભિનય પ્રત્યેનો જુસ્સો માથે ચઢી ગયો, પરિણામ આજે બધાની સામે છે.
6 - રાજકુમાર (rajkumar) મુંબઈના માહિમ પોલીસ સ્ટેશનમાં સબ-ઈન્સ્પેક્ટર તરીકે કામ કરતા હતા. એકવાર ફિલ્મના નિર્માતા બલદેવ દુબે કામ માટે પોલીસ સ્ટેશન આવ્યા હતા. ત્યાં, રાજકુમારની વાતચીત કરવાની રીતથી ખૂબ પ્રભાવિત થયા. તેમણે રાજકુમારને તેમની ફિલ્મ 'શાહી બજાર' માં અભિનેતા તરીકે કામ કરવાની ઓફર કરી હતી. પરંતુ રાજકુમારે 1952ની ફિલ્મ 'રંગેલી'માં શાહી બજાર પહેલા એક નાનકડી ભૂમિકા સ્વીકારી લીધી હતી.