હાલ સાથ નિભાના સાથિયા અને તે પહેલા ટીવીના સૌથી પોપ્યુલર રિયાલિટી શો બિગ બૉસ (Bigg Boss)ની 13મી સીઝનની કંટેસ્ટેંટ રહી ચૂકેલી અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્ય (Devoleena Bhattacharjee) હાલ તેની બોલ્ડ તસવીરોના કારણે સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ હતી. આ તસવીરોમાં તે બિકનીમાં કામણ પાથરી રહી છે. જો કે નવાઇની વાત એ છે કે આ તેની જૂની ફોટો છે જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. ફોટો સભાર- Instagram @devoleena)
દેવોલીના ભટ્ટાચાર્ય સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે. દેવોલીના ઇન્સ્ટાગ્રામ દ્વારા પોતાના ફેન્સની સાથે જોડાયેલી રહે છે. હાલમાં જ તેણે પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. આ તસવીરમાં દેવોલીના ગ્રીન રંગની બિકનીમાં દરિયાના પાણીની મજા માણતી નજરે પડે છે. ફોટો સભાર- Instagram @devoleena)
દેવોલીના દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી તેની આ ખાસ બોલ્ડ તસવીરોએ લોકોને તેના દિવાના બનાવ્યા છે. અને આ બોલ્ડ તસવીરો આમ તો તેણે 2018માં ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. પણ હાલ અચાનક જ તે વાયરલ થઇ રહી છે. તમને જણાવી દઇએ કે ટીવી જગતની અન્ય અભિનેત્રીઓની જેમ દેવોલીના પણ ટ્રાવેલિંગનો શોખ ધરાવે છે. અને તે તેની ટ્રાવેલ ડાયરી સોશિયલ મીડિયામાં તેના ફેન્સ સાથે શેર કરતી રહે છે. ફોટો સભાર- Instagram devoleena)
બિગ બોસ 13 પછી દેવોલીનાએ ટીવી શો સાથ નિભાના સાથિયાની ગોપીનું પાત્ર ભજવીને ઘર ઘરમાં નાના પડદે પોપ્યુલારિટી મેળવી રહી છે. હાલ આ શો પર સારી એવી પોપ્યુલારિટી મેળવી રહ્યો છે. અને દેવોલીના તેમાં લીડ એક્ટ્રેસ તરીકે નજરે પડી રહી છે. ત્યારે 2018 માં તેની ટ્રાવેલ ટ્રીપની તસવીરો હાલ વાયરલ થઇ રહી છે અને લોકો ટીવીની સાડી પહેરતી સીધી સાદી વહૂનો આ બોલ્ડ અંદાજ જોઇને તેના પર ફિદા થઇ રહ્યા છે. ફોટો સભાર- Instagram @devoleena)