પહેલાના જમાનામાં ટોપ એક્ટ્રેસીસ પણ લગ્ન કર્યા પછી કે બાળકોના જન્મ પછી અભિનયની દુનિયાને અલવિદા કહી દેતી હતી. પરંતુ આજના બદલાતા સમયમાં એક્ટ્રેસીસ લગ્ન કર્યા પછી પણ પોતાના કરિયર પર ધ્યાન આપે છે. લગ્ન બાદ તો શું એક્ટ્રેસીસ પ્રેગ્નેન્સીમાં પણ કામ કરવાનું છોડતી નથી. કરીના કપૂર અને આલિયા ભટ્ટ તેનું સૌથી મોટું ઉદાહરણ છે.
પ્રોફેશનલ લાઇફ હોય કે પર્સનલ લાઇફ આજે એક્ટ્રેસીસ બંનેને બેલેન્સ કરવાનું સારી રીતે જાણે છે. પહેલા જ્યાં એક્ટ્રેસીસ લગ્ન પછી સ્ક્રીન પર રોમાન્સ કરવાનું ટાળતી હતી, હવે લગ્ન કર્યા પછી કે બાળકો થયા પછી પણ એક્ટ્રેસીસ દરેક પ્રકારની ફિલ્મોમાં કામ કરે છે. જો કે, ક્યારેક તેના પરિવારના સભ્યો આવા સીન્સથી નારાજ થઈ જાય છે. પરંતુ હવે ઈન્ડસ્ટ્રીમાં એક્ટ્રેસીસ માટે કરિયર સૌથી પહેલા છે. આજે અમે તમને કેટલીક એવી એક્ટ્રેસીસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે લગ્ન પછી પણ ફિલ્મોમાં રોમેન્ટિક સીન્સ આપ્યા છે.
કરીના કપૂર ખાન : સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન વર્ષ 2012માં લગ્નના બંધનમાં બંધાયા હતા. પરંતુ લગ્ન બાદ પણ કરીનાએ ફિલ્મોમાં રોમેન્ટિક સીન કરવાનું ટાળ્યું ન હતું. તેણે કી એન્ડ કામાં અર્જુન કપૂર સાથે ઘણા રોમેન્ટિક સીન શૂટ કર્યા હતા. જણાવી દઈએ કે અર્જુન કરીના કરતા 5 વર્ષ નાનો છે. એટલું જ નહીં, પોતાની બીજી પ્રેગ્નેન્સી દરમિયાન કરીનાએ ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' માટે કિસિંગ સીન પણ આપ્યા હતા.