

ન્યૂઝ18ગુજરાતીઃ દિવાળીના (Diwali2019) એક દિવસ પછી ભાઇબીજ (bhaibij) મનાવવામાં આવે છે. આ વખતે ભાઇબીજ 29 ઑક્ટોબરે મનાવવામાં આવશે. ભાઇબીજ ભાઇ-બહેનના મજબૂત બંધનનો તહેવાર છે. આ દિવસે બહેનો ભાઇઓને તીલક લગાવે છે. ભાઇઓની આરતી ઉતારે છે. અને પોતાના ભાઇઓના ઉજ્જવળ ભવિષ્ય અને લાંબા આયુની પ્રાર્થના કરે છે. આ દિવસે બહેનો સારી રીતે શણગાર સજે છે. આવામાં આ બેસ્ટ એથનિક સ્ટાઇલ તમને વધારે સુંદર બનાવશે. ટ્રેડિશનલ ડ્રેસની (Traditional dress) સાથે તમે પોતાના અલગ લૂક આપવા માટે અનેક ફેશનેબલ જ્વેલરીનો ઉપયોગ કરી શકો છો. તમે આ દિવસે શું પહેરવા માંગો છો. સૌથી જરૂરી બાબત એ છે કે આ ઑઉટફિટ્સ ઉપર તમે કયા પ્રકારની જ્વેલરી કેરી કરશો. આ દરમિયાન તમે કયા પ્રકારના ઘરેણાનું ખાસ ધ્યાન રાખો. જો તમે ઇન્ડિયન સ્ટાઇલ અપનાવશો તો આ પાંચ વસ્તુઓ તમને વધારે સુંદર બનાવવામાં મદદ કરશે.


ચાંદ બુટ્ટીઓઃચાંદ બુટ્ટીઓ લાંબા સમયથી ફેસનમાં છે. આ ભાઇબીજ ઉપર એક સુંદર ચાંદબુટ્ટીઓની જોડીઓથી પોતાના ડ્રેટિશનલ ડ્રેસ કેરી કરી શકો છો. સિલ્વર ચાંદબાલિયાં એથનિક લૂકને દેસી રૂપ આપે છે. આ ઉપરાંત તમારા કાનોમાં પણ સુંદર લાગશે.


ફૂલોના ગજરાઃ ફૂલ હંમેશા માટે ફેશનનો સૌથી ખૂબસૂરત અને સરળ વિકલ્પ રહ્યો છે. જ્યારે વાળને શંણગારવાની વાત હોય તો ફૂલો મહત્વની ભૂમિકા ભજવે છે. તમે આ ફૂલોને પોતના ફેશન પ્રમાણે પસંદ કરી શકો છો. જેમાં તમે મોગરો, ચમેલી, ગેંદા અને ગુલાબના ફૂલોનો ઉપયોગ કરીને હેયરસ્ટાઇલને નવો લૂક આપી શકો છો.


કમરબંધઃ ભાઇબીજ ઉપર તમે સાડી પહેરો કે લહેંગો, કમરબંધથી એક ખાસ લૂક આપી શકે છે. મોતીમાં, પત્થરોથી જડેલા કે પછી ઑક્સીડાઇઝ્ડ ધાતુથી બનેલા કમરબંધ તમને રેટ્રો અને પરફેક્ટ લૂક આપશે. આ તમારા ટ્રેડિશનલ ડ્રેસમાં નિખાર લાવી શકે છે.


માથા પટ્ટીઃ માથા પટ્ટી જૂના જમાનાથી ચાલી આવતું ઘરેણા પૈકીનું એક છે. આ ખુબ જ આકર્ષક અને સુંદર દેખાય છે. તમને જણાવી દઇએ કે માંગટિકનો પણ એક સારી રીત છે. અને તુલનાત્મક રૂપથી વધારે સારું છે. તમે આના માટે વાળને બાંધી કે ખુલ્લા રાખી શકો છો. જ્યારે માથા પટ્ટી પહેરવા માટે પસંદ કરો ચો મૈચિંગ ઝુમકા સાથે લગાવીને પહેવારનો પ્રયત્ન કરો.