મુંબઈ : જ્યારે સ્વસ્થ જીવનશૈલી (Lifestyle) અપનાવવાની વાત આવે છે તો બોલિવૂડ (Bollywood) સેલિબ્રિટીઝ (Celebrities)નું નામ સૌથી પહેલા આવે છે. એવું કહેવાય છે કે માંસાહારી (Non - Vegettarian) ખોરાક ફિટ રહેવામાં મદદ કરે છે, પરંતુ આ માત્ર એક કહેવત છે. બોલિવૂડની ઘણી એવી અભિનેત્રીઓ (Actress) છે જેમને નોન-વેજ (માંસાહારી) ફૂડ ખાવાનું, હાથ અડાડવાનું પણ પસંદ નથી. રસપ્રદ વાત એ છે કે એક સમયે આ હિરોઈનોને માંસાહારી ખાવાની લત હતી. તો પછી એવું શું થયું કે તેમણે જીવનભર માંસાહારી ખોરાકને ટાટા-ટાટા બાય - બાય કહ્યું?