ધ કપિલ શર્મા શો (The Kapil Sharma Show)માં દર સપ્તાહે બી-ટાઉનના અનેક સેલેબ્રિટીઓ ગેસ્ટ તરીકે આવતા રહે છે. આ સપ્તાહે બોલીવૂડની ધકધક ગર્લ માધુરી દીક્ષિત (Madhuri Dixit) શોમાં પોતાના ડાન્સ અને અદાઓથી જલવો વિખેરતી નજર આવશે. માધુરી દીક્ષિત કપિલના શોમાં તેની મચઅવેટેડ સીરીઝ ‘ધ ફેમ ગેમ’ને (The Fame Game) પ્રમોટ કરવા માટે તેની ટીમ સાથે પહોંચી હતી. માધુરી સાથે શોમાં ત સંજય કપૂર (Sanjay Kapoor) અને માનવ કોલ (Manav Kaul) પણ નજરે આવશે. માધુરીને જોઇને કપિલ તેમની સાથે ખૂબ ફ્લર્ટ કરતો પણ નજરે આવશે.