'ધ કપિલ શર્મા' શોની સિઝન 4માં 5 નવા કલાકાર જોવા મળશે. શો સાથે સંબંધિત નવા કલાકારોના નામ છે- સિદ્ધાર્થ સાગર, સૃષ્ટિ રોડે, ગૌરવ દુબે, ઈશ્તિયાક ખાન, શ્રીકાંત જી મસ્કી. શોના પ્રોમો વીડિયોથી સાબિત થઈ ગયું છે કે નવી સિઝન પણ દર્શકોને હસાવશે. ધ કપિલ શર્મા શોની લોકપ્રિયતાને જોતા લાગે છે કે શો સાથે સંબંધિત તમામ સ્ટાર્સ સારી એવી કમાણી કરી રહ્યા છે. જાણો શો મેકર્સ અનુભવી કલાકારોને કેટલું પેમેન્ટ કરી રહ્યા છે.