એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: મનોજ બાજપેયી (Manoj Bajpayee) અને સમંથા અક્કિનેની (Samantha Akkineni)એ હાલમાં જ રિલીઝ વેબ સીરિઝ 'ધ ફેમિલી મેન 2' (The Family Man 2) દર્શકોની વાહવાહી લુંટી રહી છે. સીરીઝની કહાની અને કાસ્ટ લોકોનું દિલ જીતી લીધુ છે. બીજી સીઝનનાં અંતે તો ફેન્સને વધુ આતુર કરી દીધા છે. હવે દર્સખો સીરીઝનાં ત્રીજા ભાગનો આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. આ સીરીઝની ત્રીજી સિઝન સાથે જોડાયેલી એક ખબર સામે આવી છે જેનાંથી સીરિઝનાં ફેન્સને પરેશાની થઇ શકે છે.
ખબર છે કે, સીરીઝની ત્રીજી સિઝન આવવામાં વાર લાગી શકે છે. કરાણ છે કોરોના મહામારી, મનોજ બાજપેયીએ હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, ધ ફેમિલી મેન 3ની શૂટિંગ લોકડાઉન હટતા જ શરૂ થઇ જશે. સીરીઝની આખી કહાની તૈયાર છે. અને આ આખી શૂટ થવામાં એકથી દોઢ વર્ષનો સમય લાગશે. મેકર્સનું બધુ જ ઓન ટ્રેક ચાલી રહ્યું છે બસ લોકાઉન હટતા જ બધુ ફાઇનલ થઇ જશે. જોકે, ખબર એવી છે કે, કોરોના વાયરસની ત્રીજ લહર પણ જલ્દી આવી શકે છે જો આવું બનસે તો ત્રીજી સીરીઝ માટે ફેન્સે રાહ જોવી જ પડશે.
મનોજ બાજપેયીએ જણાવ્યું કે, હાલમાં કંઇ ફાઇનલ નથી. આખા દેશમાં લોકડાઉન ચાલી રહ્યો છે. હાલમાં ઓફિસમાં કોઇ રાઇટર નથઈ. તમામ તેમનાં ઘરે છે. રાજ અને ડીકે પણ આ સમયે સાથે નથી. બધુ એક વખત સામાન્ય થઇ જશે તો અમે કામ શરૂ કરીશું. માનવામાં આવે છે કે, જો કોરોના લોકડાઉન નહીં હટે તો સીરીઝની શૂટિંગ મોડી થશે અને પછી તેને મોડા રિલીઝ કરવામાં આવશે.