Home » photogallery » મનોરંજન » ત્રણ-ત્રણ લગ્ન કરનારી બોલ્ડ એક્ટ્રેસના પોતાના જ 'ભાઇ' સાથે હતાં આડા સંબંધો, આ હસીનાને આજે ઓળખી પણ નહીં શકો

ત્રણ-ત્રણ લગ્ન કરનારી બોલ્ડ એક્ટ્રેસના પોતાના જ 'ભાઇ' સાથે હતાં આડા સંબંધો, આ હસીનાને આજે ઓળખી પણ નહીં શકો

Suman Ranganathan:બોલિવૂડમાં એવી કેટલીક એક્ટ્રેસ છે જે ફિલ્મથી રાતોરાત ઘણી ચર્ચામાં આવી પરંતુ તે આ ઇન્ડસ્ટ્રીમાં વધુ સમય ટકી શકી નહીં. જો કે તેણે ફિલ્મો કરવાનું બંધ ન કર્યું, પરંતુ બોલિવૂડની વાટ છોડીને તેણે સાઉથની ફિલ્મોમાં મજબૂત પકડ જમાવી લીધી. અહીં અમે વાત કરી રહ્યા છીએ દિવંગત અભિનેતા ઋષિ કપૂર દ્વારા નિર્દેશિત ફિલ્મ 'આ અબ લૌટ ચલેં'માં લવલીનનો (Loveleen) રોલ કરનારી એક્ટ્રેસ સુમન રંગનાથનની (Suman Ranganathan). તમને જણાવી દઈએ કે સુમનની પ્રોફેશનલ લાઈફ જેટલી મજેદાર રહી છે, તેની પર્સનલ લાઈફ એટલી જ દુઃખી છે.

 • 19

  ત્રણ-ત્રણ લગ્ન કરનારી બોલ્ડ એક્ટ્રેસના પોતાના જ 'ભાઇ' સાથે હતાં આડા સંબંધો, આ હસીનાને આજે ઓળખી પણ નહીં શકો

  26 જુલાઈ 1974ના રોજ કર્ણાટકમાં જન્મેલી બોલિવૂડની ખૂબસૂરત એક્ટ્રેસ સુમન રંગનાથન (Suman Ranganathan) છેલ્લે 2008માં રિલીઝ થયેલી બોલિવૂડ ફિલ્મ 'ગુમનામ - ધ મિસ્ટ્રી'માં જોવા મળી હતી. જો કે હવે તે લાઈમલાઈટથી દૂર છે, પરંતુ તે હજુ પણ સાઉથ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ એક્ટિવ છે. એક્ટ્રેસની અત્યાર સુધીની સફર પર એક નજર કરીએ!

  MORE
  GALLERIES

 • 29

  ત્રણ-ત્રણ લગ્ન કરનારી બોલ્ડ એક્ટ્રેસના પોતાના જ 'ભાઇ' સાથે હતાં આડા સંબંધો, આ હસીનાને આજે ઓળખી પણ નહીં શકો

  સુમન રંગનાથને 27 વર્ષ પહેલા 1996માં આવેલી ફિલ્મ 'ફરેબ'થી (Fareb) બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. વિક્રમ ભટ્ટ દ્વારા નિર્દેર્શિત આ ફિલ્મમાં ફરાજ ખાન અને સુમન રંગનાથન મુખ્ય ભૂમિકામાં હતા જ્યારે મિલિંદ ગુનાજી વિલનની ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઘણી સફળ સાબિત થઈ હતી. તે જ સમયે, આ ફિલ્મનું સોન્ગ 'યે તેરી આંખે ઝુકી ઝુકી' સુપરહિટ હતું. (ફોટો ક્રેડિટ ઇન્સ્ટાગ્રામ @indian_heroins)

  MORE
  GALLERIES

 • 39

  ત્રણ-ત્રણ લગ્ન કરનારી બોલ્ડ એક્ટ્રેસના પોતાના જ 'ભાઇ' સાથે હતાં આડા સંબંધો, આ હસીનાને આજે ઓળખી પણ નહીં શકો

  સુમન રંગનાથને પોતાના 27 વર્ષના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી. વર્ષ 1999માં તેણે ઋષિ કપૂરની ફિલ્મ 'આ અબ લૌટ ચલેં'માં દમદાર રોલ કર્યો હતો. આ ફિલ્મમાં તેણે અક્ષય ખન્ના, ઐશ્વર્યા રાય અને રાજેશ ખન્ના સાથે સ્ક્રીન શેર કરી હતી. આ ફિલ્મમાં તેનો રોલ લવલીનનો હતો, જેને અક્ષય ખન્ના ખૂબ પ્રેમ કરતો હતો. પરંતુ ઐશ્વર્યા અક્ષયને પ્રેમ કરતી હતી. આ ફિલ્મની સૌથી ખાસ વાત એ છે કે ઋષિ કપૂર દ્વારા નિર્દેર્શિત આ એકમાત્ર ફિલ્મ છે, જેણે બોક્સ ઓફિસ પર ભલે કમાલ ન કરી હોય, પરંતુ ફિલ્મની સ્ટોરી દર્શકોને પસંદ આવી હતી. બીજી તરફ, ઐશ્વર્યાની ઓન-સ્ક્રીન સૌતન બનીને સુમન ઘણી ચર્ચામાં આવી હતી. તેનો બોલ્ડ લુક બધાને પસંદ આવ્યો હતો. (ફોટો ક્રેડિટ ઇન્સ્ટાગ્રામ @indian_heroins)

  MORE
  GALLERIES

 • 49

  ત્રણ-ત્રણ લગ્ન કરનારી બોલ્ડ એક્ટ્રેસના પોતાના જ 'ભાઇ' સાથે હતાં આડા સંબંધો, આ હસીનાને આજે ઓળખી પણ નહીં શકો

  ફિલ્મ 'આ અબ લૌટ ચલેં' બાદ સુમન વર્ષ 2003માં આવેલી ફિલ્મ 'બાગબાન'માં પણ જોવા મળી હતી. જણાવી દઈએ કે સુમને બોલિવૂડની મોટાભાગની ફિલ્મોમાં માત્ર સપોર્ટિંગ રોલ જ કર્યા છે. (ફોટો ક્રેડિટ ઇન્સ્ટાગ્રામ @indian_heroins)

  MORE
  GALLERIES

 • 59

  ત્રણ-ત્રણ લગ્ન કરનારી બોલ્ડ એક્ટ્રેસના પોતાના જ 'ભાઇ' સાથે હતાં આડા સંબંધો, આ હસીનાને આજે ઓળખી પણ નહીં શકો

  સુમન 90ના દાયકાની બોલ્ડ એક્ટ્રેસીસમાંની એક હતી. બી-ટાઉનમાં જ્યાં લોકોએ તેની બોલ્ડનેસ અને ગ્લેમરસ અંદાજને પસંદ કરતા હતા. તે જ સમયે, તેના અફેર અને વિચિત્ર નિવેદનોને કારણે તે લોકોની નજરમાં ખટકવા લાગી હતી. એવું કહેવાય છે કે તેના વિવાદાસ્પદ નિવેદનોએ તેને ક્યાંયની રહેવા ન દીધી. (ફોટો ક્રેડિટ ઇન્સ્ટાગ્રામ @indian_heroins)

  MORE
  GALLERIES

 • 69

  ત્રણ-ત્રણ લગ્ન કરનારી બોલ્ડ એક્ટ્રેસના પોતાના જ 'ભાઇ' સાથે હતાં આડા સંબંધો, આ હસીનાને આજે ઓળખી પણ નહીં શકો

  પોતાની ખૂબસૂરતીના કારણે દર્શકોના દિલ પર રાજ કરનાર સુમને પોતાના જીવનમાં ત્રણ વખત લગ્ન કર્યા પરંતુ બે લગ્ન જલ્દી જ તૂટી ગયા. સુમનના પહેલા લગ્ન મોડલ ગૌતમ કપૂર સાથે થયા હતા. આ લગ્ન તૂટ્યા બાદ સુમને ફિલ્મ ડાયરેક્ટર બંટી વાલિયા સાથે લગ્ન કર્યા હતા. પરંતુ આ લગ્ન લાંબો સમય ટકી શક્યા નહીં અને વર્ષ 2007માં તેમના છૂટાછેડા થઈ ગયા. બંટી વાલિયાથી અલગ થયા પછી, સુમને કર્ણાટકના કોડાગુ જિલ્લામાં 2019 માં કોફી પ્લાન્ટ લગાવનાર સાજન ચિનપ્પા સાથે લગ્ન કર્યા. (ફોટો ક્રેડિટ ઇન્સ્ટાગ્રામ @indian_heroins)

  MORE
  GALLERIES

 • 79

  ત્રણ-ત્રણ લગ્ન કરનારી બોલ્ડ એક્ટ્રેસના પોતાના જ 'ભાઇ' સાથે હતાં આડા સંબંધો, આ હસીનાને આજે ઓળખી પણ નહીં શકો

  તમને જાણીને નવાઈ લાગશે કે જ્યારે સુમન બંટી વાલિયાથી અલગ થઈ હતી ત્યારે બંને વચ્ચે ઘણા અણબનાવ હોવાના સમાચાર આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંટીએ લગ્ન તોડવાનું કારણ સુમનના તેના  ધર્મના ભાઈ અને જિમ ટ્રેનર સાથેના ગેરકાયદેસર સંબંધોને જણાવ્યું. (ફોટો ક્રેડિટ ઇન્સ્ટાગ્રામ @indian_heroins)

  MORE
  GALLERIES

 • 89

  ત્રણ-ત્રણ લગ્ન કરનારી બોલ્ડ એક્ટ્રેસના પોતાના જ 'ભાઇ' સાથે હતાં આડા સંબંધો, આ હસીનાને આજે ઓળખી પણ નહીં શકો

  સુમન રંગનાથને પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી અને તે દિવસોમાં એક્ટર ફરહાન અખ્તર તેનો સૌથી નજીકનો મિત્ર હતો. એક સમય એવો હતો જ્યારે બોલિવૂડની ગલીઓમાં સુમનનું નામ ફરહાન સાથે જોડવામાં આવતું હતું, પરંતુ આ સંબંધ ટૂંક સમયમાં તૂટી ગયો અને સુમનનું નામ ફરી રાહુલ રોય સાથે જોડાયું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સુમન-રાહુલ લિવ-ઈનમાં પણ હતા. (ફોટો ક્રેડિટ ઇન્સ્ટાગ્રામ @indian_heroins)

  MORE
  GALLERIES

 • 99

  ત્રણ-ત્રણ લગ્ન કરનારી બોલ્ડ એક્ટ્રેસના પોતાના જ 'ભાઇ' સાથે હતાં આડા સંબંધો, આ હસીનાને આજે ઓળખી પણ નહીં શકો

  રિપોર્ટ અનુસાર, હવે સુમન લાઈમલાઈટથી દૂર છે, પોતાની પર્સનલ લાઇફની ઉથલપાથલ વચ્ચે હવે તેણે પોતાની જાતને સમાજ સેવામાં બિઝી કરી દીધી છે. શિયાળામાં, તે પોતાનો મોટાભાગનો સમય ગરીબોને ધાબળા વહેંચવામાં, ભૂખ્યાઓને ભોજન આપવામાં અને જરૂરિયાતમંદોને મદદ કરવામાં વિતાવે છે. (ફોટો ક્રેડિટ ઇન્સ્ટાગ્રામ @indian_heroins)

  MORE
  GALLERIES