તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Tarak Mehta Ka Oolta Chashmah) સૌથી લોકપ્રિય સિરીયલો (favourite serial)માંની એક છે. આ સાથે જ ભારતીય ટીવી સિરિયલોમાં સૌથી લાંબી ચાલનાર અને 3000 એપિસોડ પૂર્ણ કર્યા હોય તેવી આ એક માત્ર સિરીયલ છે. આ અચિવમેન્ટ બદલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્માને ગીનીસ વર્લ્ડ રેકોર્ડ (Guiness world record) માં સ્થાન પણ મળ્યું છે. 13 વર્ષ પછી આજે પણ આ સિરીયલ પોતાના કોન્ટેન્ટ અને કોમેડીથી દર્શકોને હસાવવામાં સફળ રહી છે. આ શોની સ્ટારકાસ્ટને શોની સક્સેસથી નામ, ઓળખ અને પૈસા પણ મળ્યા છે. સ્ટારકાસ્ટ પાસે રહેલી લગ્ઝુરીયસ અને મોંધી કારો એ વાતનો અંદાજ આપે છે કે શો કેટલો સક્સેસફુલ છે અને તેઓ કેટલી કમાણી કરતા હશે. જણાવી દઈએ કે આ સિરીયલની સ્ટારકાસ્ટને પર એપિસોડ દીઠ મોટી રકમ આપવામાં આવે છે. ભારતમાં ટીવી સેલિબ્રિટીઝ પર નજર કરવામાં આવે તો તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની સ્ટારકાસ્ટ પાસે શ્રેષ્ઠ ગાડીઓ જોવા મળે છે. આ કારમાં લગ્ઝુરીયસ કાર્સનો સમાવેશ થાય છે. ચાલો એક નજર કરીએ કોની પાસે કઈ કાર છે.
સોનાલિકા જોશી - સોનાલિકા જોશી શોમાં માધવી ભીડેના પાત્રમાં જોવા મળે છે. સોનાલિકા પાસે MG Hector કાર છે, આ કારની કિંમત 17.53 લાખ રૂપિયા છે. પોતાની નવી કાર સાથે સોનાલિકાએ એક ફોટો પોસ્ટ કર્યો હતો. આ ફોટોના કેપ્શનમાં તેણે લખ્યું હતું, જ્યારે તમારું એક નાનકડું સપનું પુરું થાય... થેન્ક યુ એવરીવન... તમારા આશિર્વાદ અને શુભેચ્છાઓ... (“ when ur little dream come true...Thank you everyone...wth ur blessings &wishes...." )
પલક સિંધવાની - પલક શોમાં સૌથી યંગ કાસ્ટ મેમ્બર્સમાંથી એક છે. પલક શોમાં સોનુ ભીડેના કેરેક્ટરમાં જોવા મળે છે. હાલમાં જ સોનુંએ પોતાની કમાણીમાંથી પરિવાર માટે તેની પહેલી કાર ખરીદી છે. સોનુએ પોતાના યૂટ્યૂબ ચેનલ પર આ અંગે એક બ્લોગ શેર કર્યો હતો અને જણાવ્યું હતું કે તેણે તેના પિતાને આ કાર ગિફ્ટ આપી છે. સોનું પાસે હાલ 13.22 લાખ કિંમતની Hyundai Verna છે.