TAARAK MEHTA KA OOLTAH CHASHMAH માં બધાનો થયો કોવિડ ટેસ્ટ, શું અબ્દૂલને થયો કોરોના ?
TAARAK MEHTA KA OOLTAH CHASHMAHમાં હાલમાં ગોકુલધામ વાસીઓનો જીવ તાળવે ચોટી ગયો છે કારણ કે શોમાં અબ્દુલને કોરોનાનાં લક્ષણો જોવા મળ્યા છે અને તે આખી સોસાયટીમાં ઘરે ઘરે સામાન આપવા ગયો હતો.


ટીવીની કોમેડી સિરિયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (TAARAK MEHTA KA OOLTAH CHASHMAH) ઘર ઘરમાં જોવાતો શો છે. સતત 12 વર્ષથી આ શો દર્શકોનું મનોરંજન કરે છે. શરુઆતથીજ તારક મહેતામાં કરંટ ટોપિક પર એપિસોડ બનાવવામાં આવે છે અને દર્શકો તેને પસંદ પણ કરે છે. હાલમાં ગોકુલધામ વાસીઓનો જીવ તાળવે ચોટી ગયો છે કારણ કે શોમાં અબ્દુલને કોરોનાનાં લક્ષણો જોવા મળ્યા છે અને તે આખી સોસાયટીમાં ઘરે ઘરે સામાન આપવા ગયો હતો.


લેટેસ્ટ એપિસોડમાં બતાવવામાં આવી રહ્યું છે કે, અબ્દૂલ ગોકુલધામ સોસાયટીમાં લગભગ બધાનાં ત્યાં એક આટો મારી આવ્યો છે. કોઇનાં ઘરે સામાન ડિલીવરી માટે તો કોઇને મળવા ગયો હતો. બાદમાં ટપ્પૂ સેના કંઇક સામાન લેવાં અબ્દૂલની દુકાન પર આવે છે જ્યાં તેઓ જુવે છે કે અબ્દૂલ ચાચા બિમાર છે. અને આ વાતની જાણકારી તેઓ ડોક્ટર હાથીને આપે છે.


જે બાદ ડોક્ટર હાથી PPE કિટ પહેરને અબ્દૂલને જોવા આવે છે. અબ્દૂલની તપાસ કરે છે. સાથે જ પ્રોટોકોલ મજુબ ડો. હાથી BMCને ફોન કરે છે. જે બાદ BMCની ટીમ એક એક કરીને આખી સોસાયટીનાં દરેક સભ્યોનો કોરોના ટેસ્ટ કરે છે. એવામાં સોસાયટીમાં ડરનો માહોલ થઇ જાય છે.