એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવી પર આવનારાં કોમેડી શો 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' Tarak Mehta Ka Ooltah Chashmahની ફેન ફોલોઇંગ મોટી છે. શોમાં નટુ કાકા (Nattu Kaka)નાં કિરદારમાં નજર આવનારા ધનશ્યામ નાયક (Ghanashyam Nayak) હાલમાં જ સર્જરી કરાવી છે. જેને કારણે તે શોથી દૂર છે. પણ નટૂકાકાનાં ફેન્સ માટે હવે એક સારા સમાચાર છે. ખાસ વાત એ છે કે, નટૂ કાકા ટૂંક સમયમાં શોમાં પરત આવતાં નજર આવશે. ફેન્સ નહીં તારક મેહતાની સંપૂરણ ટીમ તેમનાં જલ્દી ઠીક થઇ શોમાં પરત આવવાંની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે.
નટૂ કાકા (Nattu Kaka) એટલે કે ઘનશ્યામ નાયક (Ghanashyam Nayak)એ હાલમાં જ એક ન્યૂઝ પોર્ટલ સાથે વાત કરી હતી, જેમાં તેમને કહ્યું કે, તેમનાં ગળામાં 8 ગાંઠ હતી જે તમામ નીકળી ગઇ છે. મને પોતાને ખબર નહોતી કે ગાંઠ કેવી રીતે બની. તમામ ગાંઠની બાયપ્સી માટે ગઇ છે. મને ઇશ્વરમાં વિશ્વાસ છે, જે પણ કરશે તે સારુ કરશે.
વાતચીતમાં તેમણે ખુલાસો કર્યો છે કે, પહેલાં તેમને અન્ય કોઇ કિરદાર માટે સાઇન કરવામાં આવ્યાં હતાં. પણ જ્યારે સ્ક્રિપ્ટનાં ઇલેક્ટ્રોનિક્સમાં ઘરડા નોકરનાં કિરદારની વાત આવી તો દિલીપ જોશી એટલે કે જેઠાલાલે શોનાં પ્રોડ્યુસર અસિત મોદીને સુઝાવ આપ્યો હતો કે નટૂકાકાનાં રોલ માટે ઘનશયામ નાયક સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો, ઘનશ્યામ નાયક એક્ટર તરીકે બાળ કલાકાર તરીકે 1960માં આવેલી ફિલ્મ 'માસૂમ'થી શરૂઆત કરી હતી. ઘનશ્યામ નાયકને 'તારક મેહતા..'નો ભાગ બને 10 વર્ષથી વધુનો સમય થઇ ગયો છએ. આ કોમેડી ઝો ઉપરાંત તેઓ તેરે નામ, ઘાતક, ચાઇના ગેટ, બરસાત, આંદોલન, ખાકી, હમ દિલ દે ચૂકે સનમ, ક્રાંતિવીર, તિરંગા જેવી ફિલ્મમાં કામ કરી ચુક્યાં છે. 60 વર્ષી કરિયરમાં તેમણે હિન્દી ફિલ્મો, ટીવી અને ગુજરાતી ફિલ્મો કરી છે.