કાબૂલ: અફઘાનિસ્તાન (Afghanistan) પર 23 વર્ષ બાદ તાલિબાન (Taliban) રાજ પરત આવી ગયુ છે. જેનો ખરાબ પ્રભાવ ત્યાંની મહિલાઓ અને યુવતીઓ પર જોવા મળી રહ્યો છે. મહિલાઓ અને યુવતીઓ પર ફરીથી શરિયાનાં કાયદા લાગૂ પાડવાં મજબૂર કરી રહ્યાં છે. લોકોમાં દેશ છોડવાની અફરા-તફરી મચી છે. આ વચ્ચે અફઘાનિસ્તાનની પ્રખ્યા ફિલ્મ ડિરેક્ટર સહારા કરીમી (Sahara Karimi)એ આપવીતી સંભળાવી છે.
કરીમીએ આ પહેલાં દુનિયાભરમાં ફિલ્મ કોમ્યુનિટીને પત્ર લખી તાલિબાનનાં જુલ્મ વિરુદ્ધ અવાજ ઉઠાવવાં અપીલ કરી હતી. તેનો પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો હતો. તેણે જણાવ્યું હતું કે, 15 ઓગસ્ટનાં તે પૈસા કાઢવાં બેંક ગઇ હતી. ઘણો સમય ઇન્તેઝાર કરવામાં આવ્યાં બાદ પણ તે પૈસા ન કાઢી શકી અને અચાનક જ બહારથી ગોળીઓનો અવાજ તેને સંભળાવવાં લાગ્યો.