મુંબઈઃ લોકપ્રિય શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah)માં રીટા રિપોર્ટરની ભૂમિકાથી જાણીતી બનેલી ટીવી અભિનેત્રી પ્રિયા આહુજા ફરી એકવાર ચર્ચામાં છે. પ્રિયા આહુજા (Priya Ahuja Rajda) આજકાલ તેની પ્રોફેશનલ નહીં પરંતુ અંગત જીવન માટે હેડલાઇન્સમાં છે, કારણ કે તેણે ફરી એકવાર લગ્ન કર્યા છે, તે પણ તેના પતિ માલવ રાજડા સાથે. પ્રિયા આહુજાએ તેની 10મી વેડિંગ એનિવર્સરીને સ્પેશિયલ બનાવવા માટે પતિ માલવ રાજડા સાથે ફરી એકવાર લગ્ન કર્યા, જેમાં દંપતી સાથે તેનો પુત્ર પણ હાજર હતો. (ફોટો ક્રેડિટ્સ: Instagram: @priyaahujarajda)