મુંબઈ : દેશભરમાં ધામધૂમથી નવરાત્રી પર્વ ઉજવાયો. ભક્તિ અને સંસ્કૃતિ સાથે જોડાયેલ આ તહેવારની રોનક ટીવી શો પર પણ જોવા મળી. ટીવીનો સૌથી ફૅમસ અને કૉમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) દરરોજ ચર્ચામાં રહે છે. આ શોમાં મોટાભાગના તહેવારો ઉજવવામાં આવે છે. લૉકડાઉનમાં પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને ગોકુલધામવાસીઓએ ગણેશોત્સવની જોરદાર તૈયારી કરી હતી, તેવી જ રીતે નવરાત્રીનો તહેવાર પણ તે લોકો ઉજવશે કે નહીં તે અંગે બધાના મનમાં સવાલ છે કે, આ વખતે ગોકુલધામમાં નવરાત્રિનું સેલિબ્રેશન થશે કે નહીં? અને થશે તો કેવી રીતે થશે? (Photo Credit- @palaksidhwani/@mmoonstar/Instagram)
દર વર્ષની જેમ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉમાં નવરાત્રીના ઉત્સવને ધૂમ-ધામથી ઉજવવામાં આવે છે. પરંતુ આ વર્ષે જેયારે કોરોનાએ બધાને ઘરની અંદક કેદ રાખ્યા છે, એવામાં આવી સ્થિતિમાં ધમાલમસ્તી અને આનંદ જોવા મળશે કે નહીં, ફૅન્સના દિલમાં આ સૌથી મોટો સવાલ છે. ત્યારે શોના કલાકારોએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર નવરાત્રીની ઝલક મુકી છે. બધાએ પોતાના સોશિયલ અકાઉન્ટમાં નવરાત્રી માટે સજીને ફોટા શેર કર્યા છે. જેનાથી દર્શકો પણ ઘણાં એક્સાઇટેડ થયા છે. (Photo Credit- @hasmukhi/Instagram)