Home » photogallery » મનોરંજન » Taarak Mehta: નટુકાકાને કેન્સરનો ઊથલો, કિમોથેરપીની વચ્ચે સિરિયલનું શૂટિંગ પણ કર્યું

Taarak Mehta: નટુકાકાને કેન્સરનો ઊથલો, કિમોથેરપીની વચ્ચે સિરિયલનું શૂટિંગ પણ કર્યું

વિકાસ નાયકની સો.મીડિયા પોસ્ટ પ્રમાણે, ગયા સપ્ટેમ્બર મહિનામાં નટુકાકાનું કેન્સરનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ રેડિયેશનના 30 તથા કિમોના પાંચ સેશન લીધા હતા. ઓક્ટોબર મહિના સુધી નટુકાકાની કેન્સરની સારવાર ચાલી હતી.

विज्ञापन

 • 15

  Taarak Mehta: નટુકાકાને કેન્સરનો ઊથલો, કિમોથેરપીની વચ્ચે સિરિયલનું શૂટિંગ પણ કર્યું

  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ 77 વર્ષીય નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયકને ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ગળામાં કેન્સરની ગાંઠ હોવાનું સામે આવ્યું હતું. એ સમયે નટુકાકા 13 દિવસ હોસ્પિટલમાં રહ્યા હતા અને આ સમયે ઓપરેશન દ્વારા ગળામાંથી 8 ગાંઠ બહાર કાઢવામાં આવી હતી. ઓપરેશન બાદ નટુકાકાએ રેડિયેશન તથા કિમોથેરપી લીધી હતી. હાલમાં જ નટુકાકાનાં દીકરા વિકાસ નાયકે સો.મીડિયામાં કેન્સરે ઊથલો માર્યો હોવાની વાત કરી હતી.

  MORE
  GALLERIES

 • 25

  Taarak Mehta: નટુકાકાને કેન્સરનો ઊથલો, કિમોથેરપીની વચ્ચે સિરિયલનું શૂટિંગ પણ કર્યું

  વિકાસ નાયકની સો.મીડિયા પોસ્ટ પ્રમાણે, ગયા સપ્ટેમ્બર મહિનામાં નટુકાકાનું કેન્સરનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ રેડિયેશનના 30 તથા કિમોના પાંચ સેશન લીધા હતા. ઓક્ટોબર મહિના સુધી નટુકાકાની કેન્સરની સારવાર ચાલી હતી.

  MORE
  GALLERIES

 • 35

  Taarak Mehta: નટુકાકાને કેન્સરનો ઊથલો, કિમોથેરપીની વચ્ચે સિરિયલનું શૂટિંગ પણ કર્યું

  ઘનશ્યામ નાયકની ઉંમર 76 વર્ષની હોવાથી કિમો માટે દર વખતે નસ પકડવી સહેલી નહોતી, આથી જ ડોક્ટર્સે તેમના શરીરમાં કેમો પાર્ટ બેસાડવાનું સૂચન કર્યું હતું. આના માટે ઘનશ્યામ નાયકે નાનકડી સર્જરી પણ કરાવી હતી. કેમો પાર્ટ એટલે એક નાની ડબ્બી શરીરમાં ફિટ કરવામાં આવે છે અને કિમોથેરપીના ઈન્જેક્શન આપી શકાય છે.

  MORE
  GALLERIES

 • 45

  Taarak Mehta: નટુકાકાને કેન્સરનો ઊથલો, કિમોથેરપીની વચ્ચે સિરિયલનું શૂટિંગ પણ કર્યું

  આ સારવારના છ મહિના બાદ નટુકાકાનો પેટ સ્કેન કરાવવામાં આવ્યો હતો. આ ટેસ્ટમાં નટુકાકાને ગળામાં જ્યાંથી આઠેક ગાંઠો બહાર કાઢી હતી ત્યાં ફરી વાર એકાદ-બે સ્પોટ જોવા મળ્યા હતા. આટલું જ નહીં, ફેફસાંમાં પણ એક-બે નવા શંકાસ્પદ સ્પોટ દેખાયા હતા. આ કેન્સરના જ સ્પોટ હોવાનું પછીથી નિદાન થયું હતું અને એ માટે કિમોથેરપી ફરી એકવાર કરવી પડશે, એમ ડોક્ટર્સે જણાવ્યું હતું.

  MORE
  GALLERIES

 • 55

  Taarak Mehta: નટુકાકાને કેન્સરનો ઊથલો, કિમોથેરપીની વચ્ચે સિરિયલનું શૂટિંગ પણ કર્યું

  તેમને ગત સ્પટેમ્બર મહિનામાં જ ગળાની ગાંઠનું ઓપરેશન કરાવ્યું હતું. ઓપરેશન દરમિયાન તેમને આઠ ગાંઠ બહાર કાઢવામાં આવી છે. ત્રણ મહિનાથી સતત કેન્સરની ટ્રીટમેન્ટ તેમણે લીધી હતી જે બાદ હવે તેઓ સ્વાસ્થ્યમાં ઘણો જ સુધારો જોવા મળ્યો છે. નવ મહિનાનાં લાંબ અંતરાલ બાદ નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયકે શોનું શૂટિંગ કર્યુ છે અને શૂટિંગ બાદ તેમમે તેમનો અનુભવ પણ શેર કર્યો છે.

  MORE
  GALLERIES